5વર્ષ આપણી સરકારના : સૌના સાથથી, સૌના વિકાસના : પાલનપુરમાં મંત્રીના અધ્યક્ષસ્થાને વિકાસ દિવસ નિમિત્તે જીલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

Share

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌ વિકાસના’’ હેઠળ છેલ્લા 7દિવસથી તા. 1 લી ઓગષ્ટથી સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહીતના અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત શનિવારે તા. 7 મી ઓગષ્ટના રોજ પાલનપુર ખાતે કાનુભાઇ મહેતા હોલમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીર અધ્યક્ષસ્થાને વિકાસ દિવસ નિમિત્તે જીલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

[google_ad]

આ પ્રસંગે ભારતના ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે પાલનપુર, લાખણી અને સૂઇગામ આઇ.ટી.આઇ.ના અદ્યતન બિલ્ડીંગનું વર્ચ્યુઅલ ઇ-લોકાર્પણ કરાયું હતું. મંત્રી વાસણભાઇ આહીર અને મહાનુભાવોના હસ્તે 8 એસ.ટી.બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ માટે ચાવી, મકાન સહાયના ચેક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

[google_ad]

આ પ્રસંગે મંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, ‘આપણા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારને શનિવારે પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે ભારતના ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ અને વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતામૂર્હુત જેવા કાર્યક્રમો યોજી વિકાસ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નહીં, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં આ સરકારે જે લોકહીતના કામો કર્યા છે તે ગુજરાતની જનતા સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ છે. આપણી સરકાર સૌના સાથથી, સૌના વિકાસના નારાને સાથે રાખી ચાલનારી સરકાર છે. આ સરકારે ગામડાઓમાં વસતા ગરીબ, આદિજાતિ, પીડીત, વંચિત, પશુપાલક, ખેડૂત અને મહીલાઓ સહીત તમામ વર્ગોની ચિંતા કરી સમતોલ વિકાસ કરવાની નીતિ અપનાવી છે. જેના પરિણામે છેલ્લા 25 વર્ષથી એક જ પક્ષની સરકારને પ્રજાનું પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું છે. એ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને ગરીબલક્ષી નીતિઓને આભારી છે.

[google_ad]

 

 

પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અનેક ઘરવિહોણા પરિવારોના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે ગરીબોને મદદ કરી તેમને ગરીબીમાંથી બહાર લાવવા અનેક યોજનાઓ બનાવી છે અને એજ ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર પણ કામ કરે છે. તેમણે રાજ્યના વિકાસની ભૂતકાળ સાથે તુલના કરતાં જણાવ્યું હતું કે, વર્ષ-1995ના બજેટ અને વર્તમાન સમયના બજેટના આંકડા તપાસીએ તો ખબર પડે કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે. ભૂતકાળમાં બનાસકાંઠા જીલ્લા સહીત ઉત્તર ગુજરાતનો વિસ્તાર હંમેશા પાણી માટે વલખા મારતો હતો અને નર્મદાના નીર આ ધરતી પર ક્યારે આવે તેના સપના જોતો હતો એ સપનાને સાકાર કરવાનું કામ આપણી સરકારે કર્યું છે.

[google_ad]

 

તેમણે તા. 26 જાન્યુઆરી-2001માં કચ્છ આવેલા ગોઝારા ભૂકંપની યાદ અપાવતાં કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને ભૂકંપની આપત્તિમાંથી બહાર લાવી આફતને અવસરમાં પલટાવી છે. આજે કચ્છ જીલ્લાએ ઔધોગિક ક્ષેત્ર સહીત કૃષિ વિકાસમાં નવી ઉંચાઇઓ હાંસલ કરી છે. છેલ્લા બે દાયકામાં કચ્છની કાયાપલટ થઇ છે. એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટી છવંત વિઝનને આભારી છે. એટલે જ આજે કચ્છ માટે કહેવાય છે કે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.’

[google_ad]

 

દેશની આઝાદી સમય મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું કે, ‘ગામડું સમૃધ્ધ હશે તો જ દેશ સમૃધ્ધ બનશે. ગામડાંઓને સમૃધ્ધ બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગામડાંઓના સર્વાગી વિકાસ માટેની યોજનાઓ બનાવી છે. જેનાથી ખૂબ ઝડપથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિવર્તન આવી રહ્યું છે. નર્મદા યોજનાના પાણી બનાસકાંઠા અને કચ્છ જીલ્લાના અંતરીયાળ વિસ્તારો સુધી પહોંચતાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી સુખદ અંત આવ્યો છે. ભૂતકાળમાં સાંજના વાળુના સમયે વીજળીની માંગણી કરતાં ગુજરાતના ગામડાંઓમાં આજે 24 કલાક વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. આવા તો અનેકવિધ વિકાસના કામો થયા છે. જેની લોકો પણ સરાહના કરી રહ્યા છે અને આપણી સરકારને આશિર્વાદ આપી રહ્યા છે એમ મંત્રીએ જણાવ્યું હતું.’

[google_ad]

 

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેએ જણાવ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનનું બાંધકામ થાય તેમ તેની ચકાસણી કરી તબક્કાવાર સહાયની રકમ આપવામાં આવે છે. શનિવારે બનાસકાંઠા જીલ્લામાં 600 ઘરોનું લોકાર્પણ કરી મકાન માલિકોને ગૃહ પ્રવેશ કરાવાયો છે અને 2,000 ઘરોનું ઇ-ખાતમૂર્હત કરવામાં આવ્યું છે.’

[google_ad]

આ પ્રસંગે કલેકટર આનંદ પટેલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, અગ્રણીઓ સર્વ નંદાજી ઠાકોર, ડાહ્યાભાઇ પિલીયાતર, દિલીપભાઇ વાઘેલા, ગજેન્દ્રભાઇ સક્સેના, ગિરીશભાઇ જગાણીયા, ર્ડા. ગણેશભાઇ પટેલ, પાલનપુર, વડગામ અને અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી સહીત અધિકારીઓ, અગ્રણીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

From – Banaskantha Update


Share