પાલનપુરમાં ત્રણ વર્ષ અગાઉ ઉત્તરાયણના દિવસે પતંગ લૂંટવાની સામાન્ય બાબતમાં ત્રણ સગાભાઇઓએ એક યુવકની હત્યા કરી હતી. આ અંગેનો કેસ પાલનપુરની સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને રૂપિયા 1- 1 હજારના દંડની સજાનો હુકમ કર્યો હતો.
[google_ad]
પાલનપુરમાં 14 જાન્યુઆરી 2018ના ઉત્તરાયણના દિવસે બાવરી ડેરા વિસ્તારમાં પતંગ લૂંટવાના મુદ્દે જબ્બર સતીષભાઇ બાવરી અને કાંતિ અર્જુન બાવરી વચ્ચે ઝઘડો થતાં અદાવત રાખી 3 ભાઇઓ કાંતિ અર્જુન બાવરી, અમરસિંગ અર્જુન બાવરી અને રણજીત અર્જુન બાવરીએ છરીના ઘા મારી જબ્બર બાવરની હત્યા કરી હતી.
[google_ad]

આ કેસ પાલનપુર મુખ્ય સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ વી. બી. ગોહિલે સરકારી વકીલ સી. જી. રાજપૂતની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓને હત્યાના ગુનામાં આજીવન કેદ અને 1-1 હજારનો દંડ જો દંડ ન ભરે તો વધુ 1 માસની સજાનો હુકમ કર્યો હતો.
From –Banaskantha Update