બનાસકાંઠા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી ડીસા ખાતે એક કેમ્પનું આયોજન કરાયું

Share

ડીસા શહેરમાં પાણીપુરી નાસ્તાના સ્ટોલો વાળા તેમજ અન્ય ખોરાક અને ઔષધિ વેચાણ કરતા નાના મોટા વેપારીઓ અને સ્થળ ઉપર નોંધણી અને રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયો.

[google_ad]

આજે બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધિ નિયંત્રણ કચેરી તરફથી ડીસા જલારામ મંદિર ખાતે એક સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા શહેરમાં પાણીપુરીની લારી વાળાઓ નાસ્તાની દુકાનો વાળાઓ કે અન્ય ખોરાક જેવી વસ્તુઓના વેચાણ કરતા નાના મોટા વેપારીઓને સ્થળ ઉપર નોંધણી અને રજિસ્ટ્રેશન કરી આપવા માટે પાલનપુર જિલ્લા કચેરી તરફથી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

જેમાં અંદાજિત 120 જેટલા નાના મોટા વેપારીઓએ નોંધણી કરાવી રજીસ્ટ્રેશન કર્યું હતું સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન અને નોંધણી હતા નાના મોટા વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને ખોરાક અને ઔષધિ નિયંત્રણ કચેરીના અધિકારીઓનો આભાર માન્યો હતો. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ડીસા ફૂડ એસ.કે પ્રજાપતિ તેમજ જિલ્લા ફૂડ અધિકારી ગામેતીની સૂચનાએ આ તમામ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share