ડીસામાં કોંગ્રેસનો ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ધરણા કાર્યક્રમ યોજાયો

Share

બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જોકે, ધરણાં બાદ રેલી સ્વરૂપે નીકળતા કોંગ્રેસી આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.

[google_ad]

રાજ્યમાં વિજય રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા સરકારની ઉજવણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેની સામે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવા દરેક તાલુકા મથકે રેલી અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

 

[google_ad]

જે અંતર્ગત આજે ડીસા ખાતે રાજ્ય સભાના પૂર્વ સાંસદ સાગર રાયકા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, પ્રદેશ સેવાદળના ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ ભરતીયા, ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ વ્યાસ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોરની ઉપસ્થિતિમાં સરદારબાગ આગળ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

[google_ad]

જે બાદ કોંગ્રેસી આગેવાનોએ રેલી કાઢવા જતા પોલીસે 20થી વધુ કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી હતી. ત્યારબાદ દરેકને પોલીસ મથકે લઇ જઇ કાર્યવાહી બાદ મુક્ત કરાયા હતા.

From – Banaskantha Update


Share