રૂપાણીની રાજ્ય સરકારને 5 વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ‘વિકાસ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું હતું

Share

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં‘વિકાસ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડીસામાં ઑક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામા આવ્યું. તેમજ કોરોના વૉરિયર્સ અને પોતાના ગામનું 100 ટકા વેક્સિનેશન કરાવનાર સરપંચઓનું સન્માન કરવામાં આવ્યું. કોરોના મહામારીમાં દિવસ-રાત એક કરીને જીવના જોખમે લોકોની અલગ અલગ રીતે સેવા કરનારા આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.

[google_ad]

આજ રોજ ડીસા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર આયોજિત વિકાસ દિવસ નિમિતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ જેમાં 108ના સુપરવાઈઝર નિખિલ પટેલનું કોરાના જેવા સમયગાળામાં સારી કામગીરી અને 108 એમ્બ્યુલન્સ ટીમને કોરાના જેવી મહામારીમાં યોગ્ય માર્ગદર્શન પુરી પાડેલ એ બદલ આજ રોજ ડીસા ખાતે સુપરવાઈઝર નિખિલ પટેલ ખાતે સર્ટિફિકેટ આપીને એમની કામગીરીને બિરદાવેલ હતી.

[google_ad]

આ પ્રંસગે મુખ્ય મહેમાન બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ, મુખ્ય જિલ્લા અધિકારી ડોક્ટર એસ એમ દવે, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તથા વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિતિમાં રહેલ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના મહામારીમાં ફરજ બજાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

From – Banaskantha Update


Share