ડીસામાં શ્રાવણ માસ દરમિયાન કતલખાના બંધ કરાવવા માટે નાયબ કલેકટરને અપાયું આવેદનપત્ર

Share

સમગ્ર ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર માસ તરીકે ઉજવવામાં આવે છે. અને શ્રાવણ માસમાં અનેક લોકો ધાર્મિક લાગણીથી ધાર્મિક પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે પુણ્ય કમાવાના આ પવિત્ર માસમાં ડીસા શહેરમાં ગવાડી અને મીરા મોહલ્લા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે.

[google_ad]

કોઈપણ જાતની મંજૂરી વગર ધમધમતા કતલખાનાને બંધ કરાવવા માટે અનેકવાર ડીસા શહેરના જાગૃત નાગરિકો અને હિન્દુ સંગઠનો દ્વારા નગરપાલિકા નાયબ કલેકટર અને જીલ્લા કલેકટર સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કતલખાના બંધ ના થતાં શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ યુવા સંગઠન ભારત અને હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા શ્રાવણ માસમાં શહેરમાં ચાલતાં કતલખાના બંધ કરાવવા માટે શનિવારે વહીવટી તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

[google_ad]

હિન્દુ ધર્મની લાગણી જળવાઈ રહે અને શહેરમાં કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં તાત્કાલિક અસરથી કતલખાના બંધ કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનો દ્વારા શનિવારે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી

 

From – Banaskantha Update


Share