ડીસામાં યુવતીના ફોટા વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરતાં શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

Share

ડીસામાં રહેતા એક પરિવારની દીકરીના ફોટાઓ સાથે વાંધાજનક લખાણ લખી યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી બદનામ કરવાનો પ્રયાસ કરતાં ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળાની પાછળના ભાગે રહેતાં અને છૂટક મજૂરીકામ કરતા એક પરિવારને તે જ વિસ્તારમાં રહેતા વિષ્ણુ દશરથજી ઠાકોર સાથે અણબનાવ થતાં અગાઉ પરિવારએ ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

વિષ્ણુજીએ ફરિયાદમાં સમાધાન કરવા પરિવારના સંબંધીને જણાવ્યું હતું. વિષ્ણુએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી આ પરિવારની દીકરીના ફોટા સાથે વાંધાજનક લખાણ વાયરલ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિષ્ણુએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર યુવતીની કોઈપણ પ્રકારની સંમતિ વગર તેના અલગ-અલગ ફોટાઓ અપલોડ કરી તેની સાથે વાંધાજનક લખાણ લખી વાયરલ કર્યું હતું.

 

From –Banaskantha Update


Share