બનાસકાંઠામાં ખળભળાટ મચાવી દેનાર આપત્તિજનક વાયરલ ફોટા પર સાંસદ પરબતભાઈ પટેલે સ્પષ્ટતા કરી

Share

બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી સાંસદ પરબત પટેલના એક યુવતી સાથેના કથિત ફોટા વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે, આજે ડીસામાં એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે આ વાયરલ થયેલા ફોટા મામલે સાંસદ પરબત પટેલ નખશિખ પ્રામાણિક હોવાનું જણાવ્યું હતું.

[google_ad]

આમ આદમી પાર્ટીના કાર્યકર મઘા પટેલે થોડા દિવસો અગાઉ ભાજપના ટોચના નેતાનો અશ્લીલ વીડિયો 15 ઓગસ્ટે જાહેર કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે.

[google_ad]

આ સાથે આપના નેતાએ ભાજપના નેતાનો એક ફોટો પણ ફેસબૂક પર મૂક્યો હતો. મઘા પટેલે પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, “નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મીનીટનો છે, તેમાંથી 1 મીનીટનો કટીંગ વીડિયો 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે સોશિયલ મીડીયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. નેતાજી પાલનપુરની સર્કીટ હાઉસમાં રંગરેલીયા રમતા ઝડપાયા. ધન્યવાદ નેતાજી.”

 

[google_ad]

આ અંગે આજે ડીસામાં એલિવેટેડ બ્રિજના લોકાર્પણમાં આવેલા સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું કે, “મીડિયાના માધ્યમથી મેં જોયું કે 15મી ઓગષ્ટના રોજ મઘાભાઈએ મારો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છે. પણ આ અંગે મને કંઇ જ જાણ નથી, મે મારા જીવનકાળમાં ક્યારેય કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી.”

ફાઈલ ફોટો

[google_ad]

“કદાચ મારા ફોટાનો ઉપયોગ કરીને ખોટી રીતે એડિટ કરીને કોઇએ કંઇ કર્યું હોય તો મને ખબર નથી. બાકી એમાં હું ચોક્કસ રીતે કહી શકું, મીડિયાના મધ્યમથી મારુ નામ આપ્યું એટલે હું કહું છું એના માટે મારે પણ તેમાં જોવું પડે શું છે. આ ફોટો ખોટી રીતે એડિટ કરીને મને બદનામ કરી પૈસા પડાવવાનું કાવતરૂ છે.”

 

From – Banaskantha Update


Share