અમીરગઢમાં બે બાળકો લઘુ સિંચાઈ ડેમમાં ડૂબી જતા બંનેનું કરુણ મોત

Share

અમીરગઢ તાલુકાના ધનપુરા નજીક ગુરુવારે સાંજે 4 કલાકના સુમારે બાલારામ લઘુ સિંચાઈ ડેમમાં ડૂબી જતા મામા – ફોઈના 2 બાળકોના મોત નિપજયા હતા. ત્યાં દોડી ગયેલા સ્થાનિક રહીશો તેમજ અધિકારીઓએ તરવૈયાઓની મદદથી સાડા ચાર કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બંને બાળકો ડેમના નજીક રમતા ત્યારે પગ લપસી જતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

Advt

[google_ad]

અમીરગઢ તાલુકાના ધનપુરા (વિરમપુર) ગામે બનેલી કરૂણ ઘટનાની વિગતો એવી છે કે, મામા ફોઈના 2 ભાઈ અશોકભાઈ રમેશભાઈ બુંબડીયા (ઉ.વ.15) અને સુરેશભાઈ રાવતા ભાઈ ડાભી (ઉં.વ.12) ગુરૂવાર સાંજે 4 કલાકના સુમારે બાલારામ લઘુ સિંચાઈ ડેમ નજીક રમતા હતા. તે સમય પગ લપસી જવાથી બંને જણા ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

[google_ad]

ઘટનાની જાણ થતાં અમીરગઢ મામતદાર, અમીરગઢ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી તેમજ ધનપુરા (વિરમપુર) તલાટી સેયદ મન્સૂરી ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમણે સ્થાનિક તરવૈયાઓની મદદથી સાડા ચાર કલાકની જહેમત બાદ બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને વિરમપુર ખાતે આવેલ સાહમૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી હતી.

 

[google_ad]

અમીરગઢ તાલુકાના ખુણીયા ગામના રમેશભાઈ બુંબડીયાનો પુત્ર અશોક લોકનિકેતન આશ્રમ શાળા વિરમપુરમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો જે ધનપુરા ગામે તેના મામાના ઘરે આવ્યો હતો જ્યાં જ્યાં 2 ભાઈઓ લઘુ ડેમ નજીક રમવા ગયા હતા ત્યારે પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે અશોક પરિવારમાં ચાર બહેનો વચ્ચે એકલો એક ભાઈ હતો. જેના લીધે નથી પરિવાર ભાંગી પડ્યો હતો.

 

From – Banaskantha Update


Share