ઉત્તર ગુજરાતમાં સૌથી લાંબા ડીસાના એલિવેટેડ બ્રિજનું આવતી કાલે થશે ઈ-લોકાર્પણ

Share

ડીસા : રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થયા છે જેને લઇને પખવાડિયા અંતર્ગત અલગ અલગ યોજના તેમજ લોકાર્પણના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આવતી કાલે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સૌથી મોટો ડીસાના એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

[google_ad]

ઉત્તર ગુજરાતમાં સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ ડીસા ખાતે બનવા પામ્યો છે એલિવેટેડ બ્રિજનું ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આવતી કાલે ગાંધીનગર ખાતેથી લોકાર્પણ કરવામાં આવશે રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા છે જેને લઇને સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ કાર્યક્રમો તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે.

[google_ad]

1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમો તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. તે અંતરગત આવતી કાલે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે ડીસાના એલિવેટેડ બ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

[google_ad]

ત્યારે આ લોકાર્પણ પ્રસંગે ડીસા પાલનપુર હાઈવે પર બંસી કાઠીયાવાડી હોટલની સામે ટાફે ટ્રેક્ટર શોરૂમની પાસે ડીસાના આ એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ પ્રસંગે ડીસાના ધારાસભ્યના અધ્યક્ષતામાં કાર્યક્રમ થશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેર તાલુકાના, તાલુકાના પંચાયતના સદસ્ય, ડીસા પાલિકા પ્રમુખ, ચેરમેનઓ, નગરસેવકો વિવિધ મોરચાના હોદેદારો લોકાર્પણ કાર્યક્રમમાં જોડાશે.

 

From – Banaskantha Update


Share