બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના કુંડી ગામમાં એક જ પરિવારના 3 સભ્યોના ફૂડ પોઇઝનિંગથી મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. ધાનેરા તાલુકાના કુંડી ગામમાં એક સાથે 7 લોકોને ફૂડ પોઇઝનની અસર થઇ હતી. જેમાં 3 સભ્યોના 10 દિવસની સારવાર બાદ ગુરૂવારે મોત નિપજ્યા છે. જ્યારે 4 સભ્યોને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરાયા છે. જ્યારે ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના કુંડી ગામમાં 10 દિવસ અગાઉ પુરોહીત પરિવારના 7 સભ્યોને એક સાથે ફૂડ પોઇઝનની અસર થઇ હતી. એક જ પરિવારના 7 સભ્યોને એક સાથે ફૂડ પોઇઝનની અસર થતાં તમામને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

[google_ad]
10 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 7માંથી 3 સભ્યોના મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેમાં ઘરના સૌથી મોટા છગનલાલ પુરોહીત, નવિનભાઇ પુરોહીત અને તેમની દીકરી દક્ષાબેન પુરોહીતનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 4 સભ્યોને હાલ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયા છે.

[google_ad]
એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. હજુએ 3 સભ્યો જીવન શૈયા પર લડી રહ્યા છે. જોકે, તબીબો તેમના સ્વાસ્થ્ય માટે પૂરતી રીતે કામગીરી પણ કરી રહ્યા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતાં બનાસકાંઠા જીલ્લાના અનેક આગેવાનો સોશિયલ મીડીયામાં શ્રદ્ધાંજલિ આપી.
From – Banaskantha Update