માલગઢ ગ્રામજનો દ્વારા નવિન રોડ બનાવવા માટે નાયબ કલેક્ટર, તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું

Share

ડીસા તાલુકાના માલગઢ ગામના મેઘલીના પીઠાવાળા અને ઢેકુડી વિસ્તારના ખેત વિસ્તારોમાં માર્ગ પર આજુબાજુના દબાણોના કારણે રસ્તાઓ સાંકડા થઇ ગયા છે અને દર વર્ષે રસ્તામાં વરસાદી પાણી ભરાતાં અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

[google_ad]

જ્યારે નવિન રોડ બનાવવા માટે માલગઢના ગ્રામજનો દ્વારા સરકારમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. છેલ્લા કેટલાંય સમયથી ગુજરાત સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારના વિકાસના કામો થઇ રહ્યા છે.

[google_ad]

ત્યારે વિકાસશીલ માલગઢ ગામમાં ઢેકુડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોના કારણે રસ્તાઓ સાંકડા બની ગયા હોય દર વર્ષે ચોમાસુ આવતાંની સાથે જ સાંકડા રસ્તામાં વરસાદી પાણી ભરાતાં ખેતરોમાં રહેતાં ખેડૂતો અને ગ્રામજનોને પોતાના ઘર તરફ જવા માટે ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

[google_ad]

ત્યારે શુક્રવારે માલગઢ ગામના ઢેકુડી વિસ્તારના સ્થાનિક રહીશો સાથે મળી ડીસાના નાયબ કલેક્ટર, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માલગઢ ગામના સરપંચ અને કુંપટ ગામના સરપંચને આવેદનપત્ર આપી દબાણો દૂર કરી રસ્તો પહોળો કરાવી નવિન રોડ બનાવવા માટે લેખિતમાં રજૂઆત કરાઇ હતી.

 

From – Banaskantha Update


Share