પાંથાવાડામાં શ્રાવણ મહિનામાં કતલખાના બંધ કરાવવા આવેદન પત્ર અપાયું

Share

પવિત્ર શ્રાવણ મહિનામાં જીવ હત્યા ન થાય તેમજ હિન્દુઓની આસ્થા જળવાઈ રહે તે હેતુથી પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે એકતા એજ લક્ષ્ય સંગઠન અને ગૌરક્ષા દળ દ્વારા શ્રાવણ માસ દરમિયાન તાલુકાની હદમાં ચાલતા કતલખાના કે ગેરકાયદેસર ચાલતા માસ મટન તેમજ ચિકનની દુકાન તેમજ લારી ગલ્લા બંધ કરવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Advt

[google_ad]

આ આવેદનપત્ર આપવા માટે રોનક ઠક્કર, સુરસા, દિનશા રાજપુત, મહેશ જોષી, શિવાભાઇ ધાડીયા વગેરે જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

From – Banaskantha Update


Share