ધાનેરા નગરપાલિકાના પ્રમુખે લેડી સિંઘમ બની ધાનેરામાં ચાલતાં ગેરકાયદેસર કતલખાના તાત્કાલીક બંધ કરાવ્યા ઃ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એક દુકાન સીલ કરાઇ 

Share

ધાનેરા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ડો. એમ. એસ. અગ્રવાલ, ભીખાભાઇ પુરોહીત અને ડીસાના જાણીતા વકીલ ધર્મેન્દ્રભાઇ ફોફાણીની આગેવાની હેઠળ શુક્રવારે ધાનેરા મામલતદાર, ધાનેરા પોલીસ, મદદનીશ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પ્રાદેશિક અધિકારી પાલનપુર રીઝીનલ ઓફીસ અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કિરણબેન સોનીને ધાનેરામાં ચાલતાં ગેરકાયદેસર કતલખાના સોમવારથી શરૂ થતાં શ્રાવણ માસમાં હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણી ન દુભાય અને પવિત્ર શ્રાવણ માસમાં પશુ-પક્ષીઓની થતી હત્યા રોકવામાં આવે તે માટે ધાનેરાના તમામ કતલખાના બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

[google_ad]

આ અંગે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જૂની સ્ટેટ બેંક સામે અને અન્ય જગ્યાએ ગેરકાયદેસર રીતે તેમજ લાયસન્સ વગર જ ભારતીય ફોજદારી ધારાની જાગવાઇઓનો ભંગ કરીને અને વેટરનરી ડોકટર દ્વારા તપાસ કર્યા વગર પશુઓનું કતલ કરીને માંસનું વેચાણ કરે છે.

[google_ad]

ધાનેરામાં ચાલતી માંસની દુકાનોમાં ફૂડ અને પશુઓ ઉપર અત્યાચાર અટકાવવાના કાયદાઓ અને નિયમોથી વિરૂધ્ધ રીતે દુકાનોમાં પશુની કતલ કરવામાં આવે છે અને જાહેર રસ્તા ઉપર ફેંકવામાં આવતાં માંસના ટુકડાઓના કારણે વાયરસ અને બેકટેરીયલ રોગો ફેલાવાની શક્યતા ખૂબ વધી જાય છે.

[google_ad]

ભૂતકાળમાં માનવ જાતમાં વાઇરસ અને બેકટેરીયાના ટ્રાન્સમિશનથી માણસ જાત ભયંકર મહામારીઓ ભોગવવી પડી છે. માનવ જાતને રોગચાળાથી બચાવવા માટે અને ભવિષ્યમાં કોઇ મહામારી ન ફેલાય તે માટે પણ માંસનું ગેરકાયદેસર વેચાણ કરતી તમામ દુકાનો મરધાના માંસનું વેચાણ કરતાં યુનિટો તાત્કાલીક બંધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

[google_ad]

આવેદનપત્ર આપવાની સાથે જ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કિરણબેન સોનીએ લેડી સિંઘમ બની તાત્કાલીક નગરપાલિકા કર્મચારીઓ સાથે તમામ દુકાનો બંધ કરાવી હતી અને તમામ દુકાનદારોને ચેતવણી આપી હતી કે, હવે પછી જો કોઇપણ માંસ કે મટનની દુકાન ખુલ્લી જાવામાં આવશે તો તેવા દુકાનદારને નોટીસ કે જાણ કર્યા વગર દુકાન સીલ કરવાની અને કાયદાની જાગવાઇઓ મુજબ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

[google_ad]

કિરણબેન સોની એક મહીલા પ્રમુખ હોવા છતાં લેડી સિંઘમ બની આજના તેમના તાત્કાલીક નિર્ણયની ચોમેર પ્રસંશા થઇ રહી છે. પ્રમુખ પોતે જ નગરપાલિકાના કર્મચારીઓ સાથે માંસ-મટન વેચતી તમામ દુકાનો બંધ કરાવી હતી. જ્યારે ન્યૂ એ-૧ બોમ્બે બિરયાની કેટરર્સ એન્ડ ભઠીયારા નામની એક દુકાન સીલ કરી તમામ માંસ-મટનનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[google_ad]

આ અંગે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કિરણબેન સોનીએ જણાવ્યું હતું કે, ‘લેડી સિંઘમ બની તાત્કાલીક નગરપાલિકાના કર્મચારીઓ સાથે તમામ દુકાનો બંધ કરાવી હતી અને તમામ દુકાનદારોને ચેતવણી આપી હતી કે, હવે પછી જા કોઇપણ માંસ કે મટનની દુકાન ખુલ્લી જાવામાં આવશે તો તેવા દુકાનદારને નોટીસ કે જાણ કર્યા વગર દુકાન સીલ કરવાની અને કાયદાની જાગવાઇઓ મુજબ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

[google_ad]

પ્રમુખ પોતે જ નગરપાલિકાના કર્મચારીઓ સાથે માંસ-મટન વેચતી તમામ દુકાનો બંધ કરાવી હતી. જ્યારે ન્યૂ એ-૧ બોમ્બે બિરયાની કેટરર્સ એન્ડ ભઠીયારા નામની એક દુકાન સીલ કરી તમામ માંસ-મટનનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.’

 

[google_ad]

જા કે, આ પ્રકારના કતલખાના ડીસા સહીત જીલ્લામાં પણ ઘણી જગ્યાએ ચાલે છે. ત્યારે ડીસામાં આવા કતલખાના પર કોઇ જ ઠોસ કાર્યવાહી થતી નથી. શું ડીસામાં પણ શ્રાવણ માસ દરમિયાન આવા કતલખાના પર કોઇ કાર્યવાહી થશે કે નહી તે એક પ્રશ્ર સતાવી રહ્યો છે.

 

 


Share