પાલનપુર જી.ડી.મોદી કોલેજમાં એન.એસ.એસ. યુનિટ દ્વારા કોરોના પ્રતિરોધક રસીકરણનો કેમ્પ યોજાયો

Share

દેશમાં કોરોના સંક્રમણને રોકવા દરેક લોકોએ કાળજી રાખી કોરોના વાયરસથી બચવા રસી મુકાવી પોતાની જાત અને પરીવારને સુરક્ષિત કરવો જરૂરી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જીલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લામાં રસીકરણની વ્યાપક વ્યવસ્થા ગોઠવી વિવિધ સ્થળોએ રસીકરણ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

[google_ad]

તે અંતર્ગત પાલનપુર ખાતે જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના એન.એસ.એસ યુનિટ દ્વારા કોલેજમાં પ્રથમ ડોઝ અને બીજા રાઉન્ડમાં રસીકરણ અભિયાનના કાર્યક્રમનું આયોજન આરોગ્ય વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ રસીકરણ અભિયાનનો 300 જેટલાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ રસી મુકાવી પોતાની જાતને સુરક્ષિત કરી હતી.

[google_ad]

 

આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. એસ.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનું સુંદર આયોજન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. મનીષભાઈ રાવલ અને ડૉ. ભારતીબેન રાવત દ્વારા કરવામાં આવ્યું હતું અને કોલેજના કલાર્ક હિમાંશુભાઈ રાવલ, ડૉ. કલ્પનાબેન ગાંવિત તથા સમગ્ર ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે સહકાર આપી રસીકરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

From –Banaskantha Update


Share