ડીસા: ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઈનલમાં પ્રવેશતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

Share

હાલમાં ટોક્યો ઓલમ્પિક રમતો ચાલી રહી છે જેમાંથી ભારતભરમાં અનેક રમતવીરો ભાગ લઈ રહ્યા છે જે અંતર્ગત ભારતની મહિલા હોકી ટીમ 41 વર્ષ બાદ સેમીફાઈનલમાં પ્રવેશતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મહિલા ટીમને પ્રોત્સાહન મળે તે માટે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

[google_ad]

ટોકયો ઓલમ્પિકમાં હોકીની સેમી ફાયનલમાં પ્રવેશીને ઇતિહાસ રચનારી ભારતીય મહિલા હોકી ટીમ આજે ફાયનલમાં પ્રવેશવાના ઇરાદાથી આર્જેન્ટીના સાથે મુકાબલો કરશે.

Advt

[google_ad]

ઉલ્લેખનીય છે કે, ભારતે વર્લ્ડ રેકીંગમાં ત્રીજુ સ્થાન ધરાવતી ઓસ્ટ્રેલીયાની ટીમને 1-0થી હરાવી સેમી ફાયનલમાં પ્રવેશ કર્યો છે. આજે તે વર્લ્ડ રેકીંગમાં બીજુ સ્થાન ધરાવતી આર્જેન્ટીના સામે ભારત મહિલા ટિમ રમશે.

[google_ad]

જે અંતર્ગત આજે સમગ્ર ભારતભરમાં મહિલા હોકી ટીમની આ પ્રસિદ્ધિ હાંસલ હતા લોકો તેની ઉજવણી કરી રહ્યા છે જે અંતર્ગત ડીસામાં પણ આજે સરદાર પટેલ સ્કૂલ ખાતે વર્ષોથી હોકી ગેમ સાથે સંકળાયેલા રમતવીરોએ ઉજવણી કરી હતી 41 વર્ષ બાદ પ્રથમવાર ભારતીય મહિલા ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરતા ડીસાના રમતવીરોએ ફટાકડા ફોડી રંગેચંગે ઉજવણી કરી હતી મહિલા ટીમની પ્રોત્સાહન મળી રહે તે માટે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રમતવીરોએ ઠેર ઠેર ઉજવણી કરી હતી.

 

From – Banaskantha Update


Share