ધાનેરામાં ભાજપ સરકારના સુશાસનના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો : પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ

Share

ધાનેરામાં ભાજપ સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં ગુરૂવારે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે બળાપો ઠાલવ્યો હતો. કોંગ્રેસના વિરોધ કાર્યક્રમમાં ધાનેરા અને દાંતીવાડા તાલુકાને કેનાલ આપોનો મુખ્ય મુદ્દો ચમક્યો હતો. ધાનેરાના ધારાસભ્ય અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ ભાજપ સરકાર વિરૂધ્ધ કાર્યક્રમ યોજ્યો હતો. રેલીમાં પોલીસની એક ગાડી કરતાં વધુ વાહન ન હોવાથી પીકઅપ જીપડાલામાં બેસાડીને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ હતી.

[google_ad]

રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે ‘‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના’’ હેઠળ જનકલ્યાણ અને લોકહીતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્ય સહીત બનાસકાંઠા જીલ્લાના ધાનેરા શહેરમાં જૂના બસ સ્ટેન્ડ નજીક ગુરૂવારે સભામાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા. જેમાં કોંગ્રેસના વિરોધ કાર્યક્રમમાં ધાનેરા અને દાંતીવાડા તાલુકાને કેનાલ આપોનો મુખ્ય મુદ્દો ચમક્યો હતો.

[google_ad]

ધાનેરાના ધારાસભ્ય અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ ભાજપ સરકાર વિરૂધ્ધ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જાડાતાં ધાનેરા પોલીસને પરસેવો પાડ્યો હતો. કોંગ્રેસની રેલી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરો સતત સરકાર વિરૂધ્ધ નારા સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યારે રેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી આકરા પ્રહારો કર્યાં હતા. રેલીમાં પોલીસની એક ગાડી કરતાં વધુ વાહન ન હોવાથી પીકઅપ જીપડાલામાં બેસાડીને અટકાયત કરાઇ હતી.

 

From –Banaskantha Update


Share