બનાસકાંઠામાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 800 ટ્રક માલિકો માલ ભરવા-ઉતારવાના ખર્ચ ઉઠાવશે નહી : તા. 5 ઓગષ્ટથી વેપારીઓ માલ ભરવા- ઉતારવાનો ખર્ચ ઉઠાવશે

Share

રાજ્યમાં ડીઝલના ભાવોમાં વધારો થયા બાદ જુદા-જુદા સ્થળોએ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જીસકા માલ ઉસકા હમાલની માંગણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જીલ્લા ટ્રક એસોસીએશન દ્વારા પણ આગામી તા. 5 ઓગષ્ટથી માલ ભરવા- ઉતારવાનો ખર્ચ જે- તે કંપની અથવા વેપારીએ ભોગવવાનો રહેશે તેવો નિર્ણય લીધો છે. જેના પગલે 800 ટ્રક માલિકો હવે આ નાણાં નહી ચૂકવે જેની અસર વેપારીઓ ઉપર થશે.

[google_ad]

આ અંગે બનાસકાંઠા ટ્રક એસોસિએશનના પ્રમુખ કિર્તીભાઇ પટેલે જણાવ્યું હતું કે, જીલ્લામાં 800 ટ્રકો દરરોજ આંતરરાજ્ય જીલ્લાઓ તેમજ રાજસ્થાન સહિતના રાજ્યોમાં માલસામાનની હેરાફેરી કરી રહ્યા છે. જેમાં માલસામાન ઉતારવા-ચઢાવવાનો ખર્ચ ટ્રક માલિકો ભોગવતા હતા. જે 5 ઓગષ્ટથી માલ ભરાવનારા વેપારી અને ઉતારનારા વેપારીએ ભોગવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રકોની અવર- જવર ચાલુ રહેશે.

[google_ad]

 

આ અંગે પાલનપુરના માર્બલ એસોસીએશનના પ્રમુખ રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ટ્રકમાં ભરવામાં આવેલા માર્બલમાં 1 ટન દિઠ રૂ. 20 મજુરી ટ્રક માલિક દ્વારા શ્રમિકોને ચૂકવવામાં આવતી હતી. જે નાણાં હવે અમારે ચૂકવવા રહેશે. જેથી એક ટ્રક પાછળ રૂ. 600નો વધારાનો ખર્ચ વેપારીઓએ ભોગવવાનો રહેશે. એટલે આ નાણાં સરભર કરવા માટે અંતે તો ગ્રાહકો ઉપર જ બોજ વધશે.

 

From – Banaskantha Update


Share