વાવમાં મોડલ ડે સ્કૂલમાં 9થી 12 ધોરણમાં ફકત 1 પ્રવાસી કરાર આધારિત શિક્ષક : શિક્ષકોની ઘટ ભરવાની માંગ

Share

એક બાજુ કોરોના અને બીજી બાજુ શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. વાવના નાળોદર ગામમાં સરકારની મોડલ ડે સ્કૂલમાં ધોરણ 9 થી 12માં ફક્ત એક જ પ્રવાસી કરાર આધારિત શિક્ષક છે. જેની સામે ધોરણ 9થી12માં અભ્યાસ કરતા 84 ઓફલાઈન અને 10 ઓનલાઈન મળી કુલ 94 વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.

[google_ad]

 

તેમના માટે પ્રાથમિક શાળાના બે રૂમો અપાયા છે જેમાં એક રૂમમાં તિરાડો છે અને તેમાં આચાર્યની ઓફિસ છે. મુખ્ય જીલ્લા શિક્ષણાઅધિકારી નરેન્દ્રસિંહ ચાવડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પઝેશનની કાર્યવાહી ચાલી રહી છે. બે ચાર દિવસમાં પ્રશ્નનું નિરાકરણ આવી જશે.

[google_ad]

Advt

અંદાજિત 7 કરોડના ખર્ચે તૈયાર થયેલું મોડલ ડે સ્કૂલનું મકાન બન્યાને એક વર્ષ થઇ ગયું છે, જેમાં લાઈટ ચાલુ કર્યાને બે માસ થઈ ગયા છે, પણ જીલ્લા શિક્ષણ વિભાગ પઝેશન આપતું ન હોવાથી વિદ્યાર્થીઓને ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે.

[google_ad]

 

ધોરણ 9માં 20
ધોરણ 10માં 19
ધોરણ 11માં 35
ધોરણ 12માં 10

 

From –Banaskantha Update


Share