બનાસકાંઠાની આ 65 વર્ષિય મહીલા દૂધ વેચી કરોડોની કમાણી કરી : 250 ગાય-ભેસોને સંભાળે છે

Share

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની હાલમાં યોજાયેલી સાધારણ સભામાં ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 પશુપાલક મહીલાઓનું સન્માન કરાયું હતું. પશુપાલનના આ વ્યવસાયમાં વડગામ તાલુકાના નગાણા ગામે રહેતાં મહીલા વર્ષે લાખો નહીં પરંતુ એક કરોડ રૂપિયાની કમાણી કરે છે.

[google_ad]

વડગામ તાલુકાના નગાણા ગામે રહેતાં નવલબેન ચૌધરી જેમણે ગત વર્ષે બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ મહીલા તરીકેનો ખિતાબ મેળવ્યો છે. જેથી બનાસ ડેરી દ્વારા તેઓને રૂ. 25 હજારનું રોકડ અને શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી તરીકેનો એવોર્ડ પણ આપ્યો છે. અત્યારે આ નવલબેનની ઉંમર 65 વર્ષથી વધુ છે. પરંતુ આજે પણ તેઓ સવારે 5:00 વાગે ઉઠીને તેમના તબેલામાં પહોંચી જાય છે અને પછી શરૂ થાય છે તેમનો આ પશુપાલનનો બિઝનેશ.

[google_ad]

આ વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખૂબ સરસ વિકસાવ્યો છે. થોડાક વર્ષો પહેલાં માત્ર 20 થી 25 પશુઓ રાખતાં નવલબેન આજે 250 જેટલાં પશુઓ રાખે છે. તેઓ રોજનું અત્યારે 1,000 થી 1,200 લીટર દૂધ બનાસ ડેરીની દૂધ મંડળીમાં ભરાવે છે અને મહીને રૂ. 8 થી 9 લાખની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે અને આ વર્ષે રૂ. 1,04,15,000 નું દૂધ ભરાવીને એશિયાની મોટી બનાસ ડેરીમાં દૂધ ભરાવવાનો ખિતાબ મેળવી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા રૂ. 25 હજારનું ઇનામ આપી સન્માનિત કરાયા હતા.

[google_ad]

 

​​​​​નવલબેનના ખેતરમાં પશુઓ માટે બે પાકા શેડ બનાવવામાં આવ્યા છે અને પશુઓ શેડમાં 24 કલાક ખુલ્લામાં રહે છે. પશુઓને પીવા માટે શુધ્ધ પાણી અને ખોરાક માટે હેડ લોક પાકી ગમાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાકી ગમાણના લીધે ખોરાકનો બગાડ થતો નથી. દરરોજ સવારે 9:00 કલાકે પશુઓને પ્રેશર ફૂવારાથી નવડાવવામાં આવે છે અને તેમને ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે. તે દરમિયાન શેડની સાફ-સફાઇ કરવામાં આવે છે. પશુઓને દરરોજ લીલો ઘાસચારો મળી રહે તે માટે 5 એકર જમીનમાં લીલું ઘાસ વાવવામાં આવે છે. આટલા બધા પશુઓને એક સાથે દોહવા માટે 12 થી 15 લોકોનો સ્ટાફ પણ રાખ્યો છે.

[google_ad]

​​​​​​આ અંગે નવલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, બધી મહીલાઓને મારી ઈચ્છા છે. બહેનો આવી રીતે ઢોર રાખે કે બીજો ધંધો કરે તો આપણો પરિવાર સુખી થાઇ શરૂઆતમાં અમારા જોડે 20 થી 25 પશુઓ હતા. ધીરે ધીરે 250 જેટલાં પશુઓ કર્યાં છે. ભેસો દોઈ દોઈને મેં પશુઓ વધાર્યા છે. દિવસનું 1,000 થી 1,200 લીટર દૂધ આજે પણ થાય છે. મહીને રૂ. 10 લાખ જેટલો પગાર આવે છે. આ વર્ષે મારે રૂ. 1,05,00,000 આવ્યા છે. જેથી પહેલો નંબર આવ્યો છે. બનાસ ડેરીમાં મને ખૂબ જ આનંદ થયો છે. ગામે ગામ મારુ નામ આવ્યું છે. જેથી મને ખૂબ જ આનંદ છે. હજુ પશુઓ વધારવાની મારી ઈચ્છા છે. મારી 65 વર્ષની ઉંમર છે. આજે પણ હું બધા પશુઓનું ધ્યાન જાતે રાખું છું. મારા જોડે કામ કરવાવાળા લોકો છે એમના કારણે જ અમે આટલું કરી શક્યા છીએ.

[google_ad]

Advt

 

આ અંગે તબેલો સંભાળનાર ચંદુભાઈએ જણાવ્યું હતું કે, નગાણા ગામના નવલબેન ચૌધરીના તબેલામાં 250 જેવા પશુઓ છે. રોજનું 1,000 થી 1,200 લીટર દૂધ ભરાવીએ છીએ. અમારી એવી ઈચ્છા છે કે, 1,800 થી 2,000 લીટર દૂધ ભરાવીએ. આ વર્ષે અમારુ દૂધ ગયું છે. રૂ. 1,05,00,000 નું બનાસ ડેરીનો બનાસ લક્ષ્મી તરીકે એવોર્ડમાં નવલબેન ચૌધરીનો પ્રથમ નંબર બનાસ ડેરીમાં આવવાથી તેમને સન્માનિત પણ કરાયા છે. તબેલો જ્યારથી નવલબેને ચાલુ કર્યો હતો ત્યારથી અમે કામ કરીએ છે. પહેલાં 20 થી 25 પશુઓ હતા. ધીરે-ધીરે 250 થી વધુ પશુઓ છે. અમે 15 થી 20 માણસો કામ કરીએ છીએ.

 

From – Banaskantha Update

 


Share