ડીસાના જુનાડીસા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો : ચાર લોકો ઘવાયા

Share

બનાસકાંઠાના જુનાડીસા પાસે હાઇવે પર બુધવારે બપોરના સમયે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. ત્રિપલ અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે.ત્યારે બુધવારે ડીસા પાટણ હાઈવે પર આવેલ જુનાડીસા ગામ પાસે બુધવારે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. ઇકો ગાડી, સ્વિફ્ટ કાર અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

[google_ad]

તાત્કાલિક 108ને જાણ કરતા 108 ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

From – Banaskantha Update


Share