ધાણધામાં 12 વર્ષ અગાઉ બે સગીર હોવાથી ફાળવ્યા ન હતા : પ્લોટના મુદ્દે પૂર્વ સરપંચના પતિએ રૂ. 15 હજાર માગ્યાનો આક્ષેપ

Share

પાલનપુર તાલુકાના ધાણધા ગામ 12 વર્ષ અગાઉ સરકારે ગરીબ કલ્યાણ મેળામાં ગામના 23 જેટલા લાભાર્થીઓને મફત પ્લોટ આપવામાં આવ્યા હતા. પરંતુ 2 જણા સગીર હોવાથી પ્લોટ મળ્યા નહોતા, બંને યુવકોએ 12 વર્ષે ફરી પ્લોટની માંગ કરી છે, જોકે નિયમોનુસાર હવે મળે તેમ ન હોઈ વિવાદ સર્જાયો છે. બંને યુવકોએ પૂર્વ સરપંચના પતિએ 15 હજાર માંગ્યાનો આક્ષેપ કર્યો છે.

[google_ad]

ધાણધા ગામમાં વર્ષ 2009માં ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકારે ગરીબ કલ્યાણ મેળામાં મફત 23 જેટલા પ્લોટ ફાળવ્યા હતા.પરંતુ જેમાં 2 લાભાર્થીની ઉંમર મર્યાદા ઓછી હોવાથી ગામ લોકોએ વિરોધ કર્યો હતો.

[google_ad]

 

ત્યારે આ બંને લાભાર્થીઓ પ્લોટ માટે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં રજુઆત કરતાની સાથે ગામના પૂર્વ સરપંચ પતિ ધનજીભાઈ વારેચાએ પોતાના ઘરે બોલાવી રૂ. 15 હજારની માંગણી કરી હતી તેમ કનૈયાલાલ શ્રીમાળી અને મયુરકુમાર શ્રીમાળી નામના લાભાર્થીઓએ આક્ષેપ કર્યા હતા.\

[google_ad]

 

આ અંગે પૂર્વ સરપંચ પતિ ધનજીભાઈ વારેચાએ જણાવ્યું હતું કે, ‘ગરીબ કલ્યાણ મેળામાં જેમને પ્લોટ મળ્યા એમને ફાળવ્યા છે જે વખતે પ્લોટ મળ્યા તે વખતે આ અરજદારો સગીર હોવાથી તેમની પાત્રતા ન હોવાથી અને ગામ લોકોને વિરોધથી પ્લોટ ફાળવ્યો ન હતો.પરંતુ રજુઆત કરનાર બંને લાભાર્થીઓને મકાનમાં ઇન્દિરા આવાસ યોજનામાં રૂ.45 હજારની સહાય આપી છે. મેં કોઈ રૂપિયા માગ્યા નથી તમામ આક્ષેપો પાયા વિહોણા છે’.

From – Banaskantha Update


Share