બનાસકાંઠા: ભાજપના કોઈ દિગ્ગજ નેતાનો અશ્લિલ વિડીઓ વાઈરલ કરવાની ધમકી મળી

Share

મઘાભાઈ પટેલ નામના શખ્સે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને 15 ઓગષ્ટે ભાજપના દિગ્ગજ નેતાનો સેક્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છે જેનાથી ખળભળાટ મચી ગયો છે. મઘાભાઈ પટેલ નામના શખ્સે કહ્યું કે, જેને લોકો ભગવાન સમાન માને છે એ નેતા પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરલીયા માણતા પકડાયા છે.

મઘાભાઈએ ફેસબુકમાં પોસ્ટ કરેલો ફોટો

[google_ad]

મઘાભાઈ પટેલ નામના શખ્સે કહ્યું કે આ વિડીયો 2017નો છે અને અન્ય લોકોએ તેમને આય્પો છે. જોકે, તેમણે આ નેતાનું નામ જાહેર કર્યું નથી અને એવું કહ્યું કે 15 ઓગષ્ટે 12:44 વાગ્યે સોશિયલ મીડિયા પર આ નેતાનો અશ્લીલ વિડીયો જાહેર કરશે. આ પ્રકારની પોસ્ટ મૂકી ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

[google_ad]

પોસ્ટમાં લખ્યું છે કે, “નેતાજીનો અશ્લીલ વિડિયો 4.6 મીનીટનો છે તેમાંથી 1 મીનીટનો કટીંગ વિડિયો 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે વિડિયો સોસીયલ મીડીયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે…”

મઘાભાઈનું ફેસબુકનું પ્રોફાઈલ ફોટો

[google_ad]

માઘાભાઈએ ફેસબુક પોસ્ટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં એક નેતાનો વીડિયો અપલોડ કરશે. જે વીડિયો તેઓ અપલોડ કરવાના છે તે વીડિયો આપત્તીજનક છે. તેવો તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પરિણામે તેમની આ પોસ્ટને લઈને બનાસકાંઠામાં હાલ મોટા પાયે રાજકીય હલચલ જોવા મળી રહી છે.

[google_ad]

ઉલ્લેખનીય છે કે, એવો તો કયો વીડિયો છે કે જેને લઈને માઘાભાઈ પટેલ દ્વારા આવી ચીમકી ઉચ્ચરવામાં આવી છે. તે મામલે બધા વિચારમાં મુકાઈ ગયા છે. સાથે જ પોસ્ટ બાદ બનાસકાંઠાના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.

From – Banaskantha Update


Share