સગાઈ કરેલ યુવક-યુવતીની ગળેફાંસો ખાધેલી લાશ જંગલોમાંથી મળી આવતાં ચકચાર

Share

શામળાજી નજીક ધૂળેટાના જંગલમાં યુવક-યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં ચકચાર મચી ગઇ છે. ધૂળેટા ગામનો યુવક અને ઓડ ગામની યુવતીની ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો લટકતાં મળી આવ્યા હતા.આ બંને યુગલની સગાઇ થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ શામળાજી પોલીસને થતાં તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ પંથકમાં ભારે તર્ક-વિતર્કો સર્જાયા હતા. હાલ શામળાજી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. યુવક-યુવતીના મોતનું કારણ જાણવા ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ. ની મદદ પણ લેવામાં આવી રહી છે.

 

[google_ad]

 

આ અંગે મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઇ છે. ધૂળેટા ગામના જંગલમાં ધૂળેટાના સંજયભાઇ રસીકભાઇ પાંડોર અને તેની સાથે સગાઇ કરેલી ઓડ ગામની યુવતી સાનિયાબેન પોપટભાઇ ડામોરની ઝાડ સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી લાશો મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હાલ આ આપઘાત પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી.

 

[google_ad]

Advt

 

શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવક-યુવતીની લાશને ઉતારી પી.એમ. અર્થે ખસેડી ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની મદદ લઇ શામળાજી પોલીસે મૃતક યુવતીના પિતા પોપટભાઇ ડામોરની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[google_ad]

 

From-Banaskantha update


Share