ડીસામાં ઢોલ અને શરણાઇના સૂરો વચ્ચે પુસ્તક દેવતાને પાલખી યાત્રા લાવી વિમોચન કરાયું

Share

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા દ્રારા પ્રદેશ મહામંત્રી ભરતભાઈ ઠાકોરના અધ્યક્ષપદે ડીસા હરિઓમ સ્કૂલ ખાતે સાહિત્ય ગોષ્ઠિ અને લેખક ચેતનભાઈ જોષી લિખિત પ્રથમ પુસ્તક “કેસરની સુવાસ”ના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો.

[google_ad]

આ અવસરે સંસ્થાના પદાધિકારીઓ તેમજ સાહિત્યપ્રેમીઓ સર્વ જીલ્લા સંરક્ષક કનુભાઈ આચાર્ય, જીલ્લા અધ્યક્ષ ભગવાનભાઈ બંધુ, આર.એસ.એસ. અગ્રણી કૈલાસભાઈ ત્રિવેદી, સંસ્કાર મંડળના પ્રમુખ ડો.અજયભાઈ જોષી, હરિ ઓમ સ્કૂલના નિયામક અને ડીસા તાલુકા અધ્યક્ષ નટુભાઈ વ્યાસ, ટ્રસ્ટીઓ હાપુજી ગેલોત, અમરતલાલ અવસ્થી,

[google_ad]

ધાનેરા ભાજપ અગ્રણી વસંતભાઈ પુરોહિત, મહામંત્રી ડો.બાબુભાઈ પટેલ, ઉપાધ્યક્ષ પરમાનંદભાઈ શર્મા, મંત્રી પ્રવિણભાઈ નાઈ, નિષ્ઠાવાન કાર્યકરો નરેશભાઈ જોષી, નરસિંહભાઈ દેસાઈ,દિનેશભાઈ કવિરાજ,ચંદુભાઈ એટીડી,માલદેવભાઈ ગુર્જર,શંકરભાઈ દવે સહિત અનેક અગ્રણીઓ/કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સાહિત્યકારો પધાર્યા હતા. થરાદ, વાવ, દિયોદર, ભાભર, ડીસા, કાંકરેજ, લાખણી તાલુકાઓમાં કાર્યકારિણીની સંરચના થયેલ હોઈ આ તાલુકાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ પધાર્યા હતા અને કાર્યકારિણીની જાહેરાત ભગવાનભાઈ બંધુએ કરી હતી.

[google_ad]

 

આ ઉપરાંત પાલનપુર, વડગામ, ધાનેરા, દાંતીવાડા તાલુકામાંથી પણ સાહિત્યકારો આવ્યા હતા. મંચસ્થ મહાનુભાવોએ દીપપ્રાગટય કર્યા બાદ વંદેમાતરમ ગાનથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. યજમાન સંસ્થા હરિઓમ સ્કૂલના નિયામક નટુભાઈ વ્યાસે મંચસ્થ મહાનુભાવોનો પરિચય આપી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

[google_ad]

ઢબૂકતા ઢોલના નાદે શરણાઈના સુમધુર શૂર સાથે પુસ્તક દેવતા પાલખી યાત્રામાં પધાર્યા બાદ પુસ્તક “કેસરની સુવાસ”નું વાજતેગાજતે વિમોચન કરાયું હતું અને લેખક ચેતનભાઈ જોષીનું પણ દબદબાભેર સન્માન કરાયું હતું. મંચસ્થ મહાનુભાવો,લેખક એમ સૌનાં પ્રવચનો બાદ કાર્યક્રમ અધ્યક્ષ ભરતભાઈ ઠાકોરે ભાવવાહી શૈલીમાં સાહિત્યનું મહત્વ સમજાવી બનાસકાંઠાની ટીમને અભિનંદન આપ્યા હતા તેમજ તેમનું પણ વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

કાર્યક્રમ બાદ સુરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં કરૂણા ભકિત પરિવારના ભરતભાઈ ભાગ્યશાળી અને તેમની ટીમે ભોજન બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિસ્તબધ્ધ રીતે આગળ વધ્યો હતો. કાર્યક્રમનુ સુચારૂ સંચાલન પરમાનંદભાઈ શર્મા અને પ્રવીણભાઈ નાઈએ કર્યં હતું.

[google_ad]

બનાસકાંઠાના સાહિત્ય જગતના ઈતિહાસમાં આ પ્રકારનો કાર્યક્રમ સૌપ્રથમવાર યોજાતાં ઉપસ્થિત સૌ કોઈએ હર્ષ, ગૌરવ અને આનંદની લાગણી વ્યકત કરી અરસપરસ એકબીજાને અભિનંદન આપ્યા હતા. હર્ષદભાઈ સેવકના કલ્યાણ મંત્ર થકી કાર્યક્રમનું સમાપન થયું હતું.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share