પાલનપુરના વાસણામાં ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી ઝાંપા તોરણ બંધાયું

Share

પાલનપુર તાલુકાના વાસણા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરાને સાચવી રાખતા રવિવારે ગામમાં પ્રવેશતાની જગ્યા પર ઝાંપા તોરણ બાંધી ઉજવણી કરી હતી. જેનાથી પશુઓમાં રોગચાળો ન આવે તેમજ ગ્રામજનો સ્વસ્થ રહે તેવી ગ્રામજનોની માન્યતા છે. ગામના તમામ લોકોના ઘરે સુંવાળી, વડા, ઘઉંની ઘૂઘરી અને ચૂરમાનો પ્રસાદ કરી ત્યારબાદ દીવો કરી ઉજવણીની પુર્ણાહુતી કરી હતી.

[google_ad]

Advt

પાલનપુર તાલુકાના વાસણા ગામે વર્ષોથી ચાલી આવતી માન્યતાઓને લઈ ગામના ચોરે ઝોપા તોરણ બાંધવામાં આવતું હતું જે પરંપરાને ગામલોકોએ સાચવી રાખી છે. જ્યાં રવિવારે ગ્રામજનોએ ગામમાં કોઈ વ્યક્તિનું પશુ બીમાર ન પડે તેમજ ગામના તમામ લોકો તંદુરસ્ત રહે તે માટે ગામના ઝાંપે તોરણ બાંધવામાં આવ્યું હતું. જેની ગ્રામજનોએ હર્ષાઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. જ્યાં ગામના તમામ લોકોના ઘરે સુંવાળી, વડા, ઘઉંની ઘૂઘરી અને ચૂરમાનો પ્રસાદ કરી ત્યારબાદ દીવો કરી ઉજવણીની પુર્ણાહુતી કરી હતી.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share