ડીસા તાલુકા પોલીસે રવિવારે બપોરે માલગઢ ગામની સીમમાં આવેલ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
[google_ad]
ડીસા તાલુકા પોલીસ મથકના પોલીસ સ્ટાફ રવિવારે બપોરે બારેક વાગ્યાના સમયે ડીસા ભીલડી હાઇવે પર પેટ્રોલીગમાં હતાં. જે દરમ્યાન કુપટ તરફ જતાં ત્રણ રસ્તા પાસેથી કાચા રસ્તા પર આવેલ સધી માતાજીના મંદિર નજીક એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂ વેચાય છે તેવી બાતમી મળતાં પોલીસે પંચોને સાથે રાખી મકાનમાં તપાસ કરતાં કોઇ વ્યક્તિ મળી આવ્યો ન હતો.
[google_ad]

પરંતુ અંદરના રૂમમાં માટી પડેલી જોઇ પોલીસ દ્વારા તપાસ કરતાં જમીનમાં બનાવેલ ભોયરામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે લલીતભાઇ ઉર્ફે પપ્પુભાઇ શિવાજી પઢિયાર(માળી)ના ભોગવટાના મકાનમાંથી રૂપિયા 14,370ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી 63 બોટલ તેમજ રૂપિયા 4,680ની કિંમતના બિયરના 39 ટીન મળી કુલ 19,050નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
[google_ad]
From – Banaskantha Update