નડાબેટમાં રણબંકા રણછોડભાઇ પગીનું સ્ટેચ્યુ ઉભુ કરવા અને નામકરણ કરવા લોકમાંગ

Share

સૂઇગામના લીંબાળા ગામના રણછોડભાઇ પગીએ ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સેનાની મદદ કરી વિજય અપાવવામાં મોટો સિંહ ફાળો રહ્યો હતો તે રણબંકા રણછોડભાઇનું નડાબેટ ધામે સ્ટેચ્યુ મૂકવા અને નડાબેટથી બોર્ડર સુધીના માર્ગનું રણછોડભાઇ પગી નામકરણ કરવા જીલ્લા ભાજપ કારોબારી સદસ્ય અને વાવના ઉમેદપુરા ગામના નાગજીભાઇ રબારીએ વડાપ્રધાનને પત્ર લખી માંગ કરાઇ હતી.

[google_ad]

 

નાગજીભાઇ રબારીએ જણાવ્યું હતું કે, ‘૧૯૬૫ અને ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં રણછોડભાઇ રબારી(પગી)એ ભારતીય સેનાને મદદ કરીને ગૌરવ અપાયું હતું. જેને કોઇ ભૂલી શકે તેમ નથી. તેમણે ખૂબ સાહસિક કામગીરી કરી હતી. જેને ભારતીય સેનાએ પણ વખાણી હતી. ભારતીય સેના દ્વારા બોર્ડર પર આવેલ એક ચોકીનું નામ રણછોડભાઇ પગી રાખેલ છે. રણછોડભાઇ પગી કોઇપણ વ્યકિતના પદચિહ્નને ઓળખવા માટે અસાધારણ કલા હતી. આપણા દેશને આવા બહાદુર પુત્ર હોવાનો ગર્વ છે.

 

[google_ad]

Advt

 

ભારતનું ગૌરવ હતા બોલીવુડમાં રણછોડભાઇ પગી ઉપર એક ફીલ્મ પણ તાજેતરમાં બનેલ છે. રણછોડભાઇ પગીના સન્માનને લઇ બનાસકાંઠા જીલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે તેમજ ત્યાં સરકાર દ્વારા ટુરીઝમ દ્વારા પણ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તે જગ્યાએ રણછોડભાઇ પગીનું સ્ટેચ્યુ ઉભુ કરવામાં આવે અને રણછોડભાઇ પગી માર્ગ નામકરણ કરાય તેવી માંગ કરાઇ હતી.’

[google_ad]

 

From-Banaskantha update


Share