રામપુર વડલા ગામમાંથી લૂંટના ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસતા-ફરતા શખ્સને એસ.ઓ.જી. પોલીસે ઝડપ્યો

Share

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસની ટીમે લૂંટના ગુનામાં છેલ્લા 30 વર્ષથી જામીન મુક્ત થઇને નાસતા-ફરતા શખ્સને રામપુર વડલા ગામમાંથી ઝડપી પાડયો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે શખ્સને નામદાર કોર્ટમાં સોંપ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાનો શખ્સ છેલ્લા 30 વર્ષથી જામીન મુક્ત થઇ નામદાર કોર્ટમાં હાજર નહી રહી નાસતા-ફરતા પરાગજી મોતીજી કોળી (રહે.હસનપુર, તા.પાલપુર) વાળાને સોમવારે રામપુર વડલા ગામની સીમમાંથી ઝડપી પાડયો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે શખ્સને નામદાર કોર્ટમાં સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

 

From-Banaskantha update

 


Share