ડીસા તાલુકાના મહાદેવીયા ગામની સીમમાં આવેલ ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ડીસા તાલુકા પોલીસે રેડ કરી રૂપિયા 78,850ના મુદ્દામાલ સાથે 5 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

[google_ad]
ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઇ એમ.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતાં. જે દરમ્યાન મહાદેવીયા ગામની સીમમાં આવેલ જેઠુભા વેલજી ઠાકોરના ખેતરમાં છાપરા નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી પોલીસને મળી હતી.

[google_ad]
આથી પોલીસ સ્ટાફે રવિવારે બાતમી મુજબના સ્થળે ઓચિંતી રેઈડ કરી હતી. જેથી ખેતરમાં છાપરા નીચે કુંડાળું વાળી હારજીતનો જુગાર રમતાં 5 શખ્સોને દબોચી લીધા હતાં. આ અંગે ડીસા તાલુકા પોલીસે રૂપિયા 11 હજારની કિંમતના 4 મોબાઇલ તેમજ રૂપિયા 67,850 રોકડ મળી કુલ રૂપિયા 78,850નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
[google_ad]
— જુગાર રમતાં ઝડપાયેલા શખ્સોના નામ —
1. શાન્તીભાઇ અમરાજી માળી (રહે, વેદાંત બંગ્લોઝ, ડીસા)
2. નવિનભાઇ તલકાજી (માળી) પરમાર (રહે, ગોગાઢાણી, માલગઢ)
3. ઓધારસીંગ ઉર્ફે ભરતસીંગ સુરજસીંગ ઠાકોર (રહે, ઠાકોરવાસ, મહાદેવીયા)
4. જયંતીજી મદારજી (ઠાકોર) પરમાર (રહે, નાની આખોલ)
5. દિલીપભાઇ સંગ્રામજી (માળી) સુંદેશા (રહે, કુડાવાળી ઢાણી, માલગઢ)
[google_ad]
From – Banaskantha Update