પાલનપુર: ભણતર અઘરું લાગતા 15 વર્ષનો વિધાર્થી ઘર છોડી ભાગ્યો, શોધખોળ બાદ પાલી શિકારપુરથી મળ્યો

Share

પાલનપુર ડેરી રોડ પર આવેલ રવિપાર્કમાં રહેતા અને મૂળ રહે.જડીયા તા. ધાનેરાના ભરતભાઇ ગણેશપુરા રેાડ પર પટેલ ડેરી નામનું પાર્લર છે અને તેમના ભાઇની 2 દિકરી અને 1 દિકરો ભરતભાઇ પાસે રહી અભ્યાસ કરે છે. જેમાં ભત્રીજો સંજય ઉં.વ.15 ધોરણ 10 પાસ કર્યા બાદ ધોરણ-11 સાયન્સમાં પાલનપુર ડેરી રોડ ઉપર આવેલ મેવાડા સ્કૂલમાં અભ્યાસ માટે એડમીશન લીધુ હતુ.

પ્રતીકાત્મક તસ્વીર

 

[google_ad]

સંજય રોજ સવારે 3 વાગે જ્યોર્જ કલબમાં કસરત કરવા જતો હતો અને પરત 6 વાગે આવતો હતો. પરંતુ સંજય ગુરૂવારના રોજ સવારે કસરત કરવા ગયા બાદ પરત ન ફરતા પરીવારના સભ્યો ગભરાઇ ગયા હતા અને સંજયની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ સંજયનો કોઇ પત્તો ન લાગતા સંજયના પિતાને જાણ કરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

 

[google_ad]

ત્યારબાદ પરીવારના તમામ સભ્યોએ ભેગા મળી સગાસંબંધી તેમજ મિત્રોના ઘરે પણ તપાસ કરી પરંતુ ક્યાંય ભાળ ન મળતા આખરે ભરતભાઇએ પોતાના ભત્રીજાને કોઇ અજાણ્યા વ્યક્તિએ દુષ્પ્રેરણ કરી કે લાલચ આપી સંજયનું અપહરણ કરી લઇ ગયા હોવાની ફરિયાદ પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે પણ સંજયને શોધવા ચક્રોગતીમાન કર્યા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

 

[google_ad]

ત્યારબાદ સંજય પાલીના શિકારપુર ખાતેથી મળી આવ્યો હતો. જેથી પરીવારના સભ્યોએ સંજયને આ બાબતે પૂછતા પોતે ધોરણ 10 બાદ ધોરણ 11માં સાયન્સમાં એડમીશન લેતા ભણતર અઘરૂ પડવાના કારણે આ પગલુ ભર્યુ હોવાની હકીકત જણાવતા પરીવાર પણ ચોકી ઉઠ્‌યો હતો.

Advt

 

[google_ad]

કેટલીક વખત વિદ્યાર્થીઓ મિત્રોના વાદોવાદ પોતાની ક્ષમતા કરતા ઊંચી ફેકલ્ટી એડમીશન લઈ લેતા હોય છે. તેમજ કેટલીક વખત વાલીઓના પ્રેશરથી બાળકોને ઉંચી ફેકલ્ટી પસંદ કરવી પડતી હોય છે. થોડોક સમય-અભ્યાસ કર્યા બાદ સાચી બાબતનું ભાન થતુ હોય છે.

 

From – Banaskantha Update


Share