ડીસા અને આગથળા નજીકથી બે ડમ્પરો રોયલ્ટી ચોરી કરતાં ઝડપાયા : રૂ. 5.35 લાખનો દંડ ફટકાર્યો

- Advertisement -
Share

બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે સોમવારે વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરતાં ડીસા અને આગથળા નજીકથી બે ડમ્પરો રેતી ભરેલા રોયલ્ટી વગરના ઝડપી પાડયા હતા. જેમાં રૂ. 5.35 લાખનો દંડ ફટકાર્યો હતો.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ ખાનગી રાહે ચેકીંગ હાથ ધરીને ખનીજ ચોરી અટકાવવાના સતત પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ સોમવારે વહેલી સવારે ભૂસ્તર વિભાગની ટીમ ખાનગી વાહનમાં બેસી ચેકીંગ માટે નીકળ્યા હતા. ત્યારે ડીસાના આખોલ નજીક ડમ્પર નં. RJ-46-GA-3087 ના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતાં મળી આવેલ નહી. જેથી ખનીજ વિભાગની ટીમ ડમ્પરને જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવી દંડ ફટકાર્યો હતો.

[google_ad]

 

જ્યારે વધુ તપાસ અર્થે થરાદ તરફ જતાં આગથળા નજીક ડમ્પર નં. GJ-08-Y-9191 ના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતાં મળી આવેલ નહી. જેથી ડમ્પરને આગથળા પોલીસ મથકે લઇ જઇ દંડ ફટકાર્યો હતો. આમ એક જ દિવસમાં સોમવારે વહેલી સવારે બે ડમ્પરો જપ્ત કરી રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રૂ. 5.35 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરતાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. જો કે, ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીને લઇને ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને ભૂમાફીયાઓ પણ ભૂર્ગભમાં ઉતરી ગયા હતા.

[google.ad]

Advt

 

આ અંગે ભૂસ્તર અધિકારી સુભાષભાઇ જાષીએ જણાવ્યું હતું કે, ‘સરકારી ગાડીની અવાર-નવાર ખનીજ ચોરો વોચ રાખતાં હોવાના કારણે ખનીજ ચોરી ઝડપવામાં મુશ્કેલી પડતી હોય છે. જેથી અમે અમારી ટીમને ખાનગી વાહનમાં ચેકીંગમાં મોકલીએ છીએ અને સોમવારે વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકીંગમાં નીકળી બે ડમ્પરો ખનીજ ચોરી કરતાં ઝડપી પાડી રૂ. 5.35 લાખનો દંડ ફટકાર્યો હતો.’

[google_ad]

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!