બનાસકાંઠાના તાલેપુરા ગામેથી ગૌમાંસનાં જથ્થાની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે તવેરા ગાડીમાં ગૌમાંસનાં જથ્થાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પડ્યા હતા જ્યારે 5 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગૌમાંસની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા પાલનપુર શહેર પૂર્વ પોલીસે તપાસ હાથ ધરી હતી જે અંતર્ગત બાતમી આધારે પાલનપુર તાલુકાના તાલેપુરા ગામેથી એક ગાડીમાં ગૌમાંસનો મોટો જથ્થો ભરીને પાલનપુર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસ એલર્ટ થઈ હતી તે સમયે પોલીસને એક તવેરા ગાડી પર શંકા જતા તેને રોકાવી તલાશી લેતા તેમાંથી ગૌમાંસ મળી આવ્યું હતું.
[google_ad]
જેમાંથી પોલીસે 2.28 લાખની કિંમતનો 364 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે ગાડી ચાલક સહિત બે શખ્સની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી બે મોબાઈલ, તવેરા ગાડી સહિત નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
[google_ad]
આ માંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પૂછપરછ કરતા વધુ ત્રણ લોકોનાં નામ જાણવા મળ્યા હતા જેથી પોલીસે ઝડપાયેલા બે શખ્સો સહિત કુલ 5 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update