ધાનેરાનો જાંબાઝ ‘લાલ’ ભરજવાનીએ પંચમહાભૂતમાં ભળ્યો…! જવાનને રડતી આંખે અંતિમ વિદાય

Share

ધાનેરા તાલુકાના મગરાવા ગામના આર્મી જવાન ચૌધરી ભલાભાઈ નારણભાઈના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી હજારોની સંખ્યામાં લોકોએ જોડાઈ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી.

[google_ad]

આમ દિવાળીનું પર્વ લોકો માટે ખુશીઓ લઇને આવતું હોય છે પરંતુ દિવાળી પહેલા જ ધાનેરા તાલુકાના મગરાવા ગામે માતમ છવાઈ જવા પામ્યો છે અને આખું ગામ હીબકે ચડ્યું છે. બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના મગરાવા ગામના આર્મી જવાન ચૌધરી ભલાભાઈ નારણભાઈનું ન્યુમોનિયાથી દુઃખદ અવસાન થવાથી આજે તેમના પાર્થિવ દેહને તેમના વતન મગરાવા ખાતે લાવવામા આવ્યો હતો.

[google_ad]

આ સમયે સમગ્ર જિલ્લામાંથી અનેક મહાનુભાવો સાથે અંદાજે 50 હજારથી વધુની ભારે જન મેદની ઉમટી પડી હતી. લવારા પોલીસ ચોકીથી મગરાવા ગામ સુધી ભલાભાઈના પાર્થિવ દેહ સાથે યાત્રા સ્વરૂપે તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.

[google_ad]

ત્યા તેમના પરિવાર જનોએ અંતિમ દર્શન કરીને વિધિવત રીતે ભાવભીની વિદાય આપી હતી ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ભુમીમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી હતી.

[google_ad]

ત્યાર બાદ અનેક મહાનુભાવોએ ફુલહાર કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતે તમામ વિધિઓ પુરી થતાં ભલાભાઈના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આજે મગરાવા ગામના વતની આર્મી જવાન ભલાભાઈ નારણભાઈ ચૌધરીના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે ખુબજ બહોળી સંખ્યામાં દેશપ્રેમી જનતાએ હાજરી આપી શહીદ જવાનની શહીદીને બિરદાવી દેશપ્રેમના અનેરા દર્શન કરાવ્યા હતા. ગામના સરપંચ દ્વારા સ્મશાન ભૂમિમાં 24 પીપળા વાવી તેનું જતન કરવાની ખાતરી આપી હતી.

 

From – Banaskantha Update


Share