સાંતલપુરના ગામોમાં યુ.જી.વી.સી.એલ.ની ટીમોએ ચેકીંગ હાથ ધરતાં રૂ. 4 લાખની વીજ ચોરી ઝડપાઈ

Share

સાંતલપુર પંથકમાં વીજ કંપનીની 15 ટીમોએ તપાસ કરતાં રૂ. 4 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. વારાહી યુ.જી.વી.સી.એલ. કચેરી દ્વારા ગુરુવારે વહેલી સવારે 15 ટીમો બનાવી વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

[google_ad]

જેમાં તાલુકાના સાંતલપુર, ગરામડી, પીપરાળા, એવાલ, વરણોસરી, જામવાડા, ઝઝામ, ફાંગલી, ચારણકા, ડાલડી, માનપુરા, ફુલપુરા, જારૂષા, કોરડા, ઝંડાળા સહીત 20 ગામોમાં યુ.જી.વી.સી.એલ.ની ટીમો દ્વારા 1901 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા.

[google_ad]

advt

જેમાં રૂ. 4 લાખની ચોરી ઝડપાઈ હતી. વીજ કંપનીની 15 જેટલી ટીમોએ નેશનલ હાઈવે પરની હોટલો તેમજ કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં પોલીસ પ્રોટેક્શન સાથે સમગ્ર તાલુકામાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવશે તેવું વિદ્યુત બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share