વાવના ધારાસભ્યે 25 ગામોને સિંચાઈ માટે નવિન કેનાલ બનાવવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરાઇ

Share

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તાર વાવ ભાભર સુઈગામના સિંચાઈના પાણીની તંગીને લઇ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નવિન કેનાલ આપવા માંગ કરી છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના વાવ ભાભર સુઈગામના ત્રણ તાલુકા નર્મદા કમાન્ડ એરિયામાં આવે છે. જે-તે વખતે બ્રાન્ચ કેનાલ સબ માઈનોર સુધીનું કામ સૂઇગામ અને વાવ તાલુકાના ગામો જેવા કે એક દેવપુરા, ધાધરા, દેથલી, અવપુરા, વાસરડા, બહીરા, ચાળા, મોતીપુરા, દેવપુરા સુઈગામ, સુઈગામ, ભરડવા, જલોયા, ભડવેલ, ઈશ્વરિયા, જનાવાડા, ભાણખોડ, રામપુરા, ખડોલ, કુંભારખા, એડવ, બણપ, દુધવા, લીંબોણી, માધપુરા, મસાલી જેવા ગામોને લેવલ પ્રમાણે તેમજ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવેલું નથી.

[google_ad]

 

જેના કારણે આ 25 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતું નથી. આયોજન વગરની કામગીરીના કારણે વર્તમાન કેનાલમાં બરાબર તૂટી જાય છે તેમજ ખેડૂતોને અવારનવાર સ્વખર્ચે લાંબી પાઈપ લાઈન નાખી પાણી મેળવવા માટે મજબૂર બન્યા છે. 25 ગામોને સરળતાથી પાણી મળી રહે તે માટે રાજસ્થાની મુખ્ય મહેમાનથી મડકા બ્રાન્ચ કેનાલ મોટી બનાવીને તેમાંથી બીજી નવિન કેનાલ બનાવીને 14 કિલોમીટર સુધી લંબાવવાની માંગ કરવામાં આવી છે.

[google_ad]

advt

25 ગામોના પૂરતા પ્રમાણમાં ખેડૂતોને પાણી મળે તેમજ વટવાના પ્રશ્નો બને છે તેનું નિરાકરણ આવશે. જો કે, આ અંગે ગત સત્ર 2020/21 માં ગેનીબેન ઠાકોરના બજેટ દરમિયાન નર્મદા વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પણ કરેલ છે. ખેડૂતોના હિતમાં નવિન કેનાલ તરફ બનાવવામાં આવે એવી અપેક્ષા સાથે ગેનીબેન ઠાકોરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

From – Banaskantha Update


Share