થરા નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ : પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઇ

Share

બનાસકાંઠામાં થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભાજપના પૃથ્વીરાજસિંહ વાઘેલા જ્યારે ઉપપ્રમુખ તરીકે નૈસદભાઈ શાહની બિનહરીફ વરણી કરાઈ હતી. થરા નગરપાલિકામાં ફરી એકવાર ભાજપને સત્તાનું સુકાન સંભાળતાં જ શુભેચ્છકોએ મોં મીઠું કરાવી આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.

[google_ad]

 

કાંકરેજ થરા નગરપાલિકામાં મંગળવારે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 20 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 4 સીટો મળી હતી. ત્યારબાદ મંગળવારે નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.

[google_ad]

 

જેમાં ભાજપે પૃથ્વીરાજ સિંહ વાઘેલાને મેન્ડેડ આપતાં અને એક માત્ર તેમનું ફોર્મ રજૂ થતાં તેમની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે નૈશદભાઈ શાહની બિનહરીફ વરણી થઈ હતી.

[google_ad]

advt

થરા નગરપાલિકામાં ફરી એકવાર ભાજપે સત્તાના સુકાન સંભાળતા શુભેચ્છકોએ તેમાં મીઠું કરાવી, આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો આ પ્રસંગે પાલિકાના નવનિયુક્ત પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને જીલ્લાના પ્રભારી સુરેશભાઈ શાહે થરા શહેરના વિકાસને વેગવંતુ બનાવવાની ખાત્રી આપી હતી.

From – Banaskantha Update

 


Share