બનાસકાંઠામાં 3000 જેટલી આશા વર્કરોએ માંગણીઓને લઇ કલેક્ટરને આવેદન આપી રેલી યોજી

Share

રાજ્ય પોલીસ ગ્રેડ-પે મામલે મંગળવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પોલીસ પરિવાર દ્વારા બાળકો સાથે આંદોલનનાં મંડાણ કરવામાં આવ્યા છે.

[google_ad]

 

ત્યારે બનાસકાંઠાની 3 હજાર જેટલી આશા વર્કરોએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. પડતર માગણીઓને લઈને મંગળવારે આશાવર્કરોએ રેલી યોજી હતી અને કલેક્ટર કચેરીએ સૂત્રોચાર કરી આવેદન આપ્યું હતું.

[google_ad]

આશા વર્કર અને આશા ફેસિલિટરની ઘણા સમયથી પડતર માગણીઓ છે. સમાન વેતન નથી મળતું ત્યારે તેમને નજીવો વધારો મળ્યો હોવાથી બનાસકાંઠાની ૩ હજાર જેટલી આશા વર્કર અને આશા ફેસીલીટી સરકાર સામે બાંયો ચડાવી છે.

[google_ad]

 

મંગળવારે જીલ્લાની 1200 ઉપરાંત આશા બહેનોએ મળી અને પાલનપુરમાં રેલી કાઢી હતી અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

[google_ad]

 

આ સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે, દિવાળીના તહેવારો છે છ માસથી તેમને વેતન મળતું નથી અને વેતન ન મળવાને કારણે તહેવારો કેવી રીતે ઉજવવા.

[google_ad]

advt

સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે, જો તેમને વેતન ચૂકવવામાં આવે તો તે જીલ્લા વિકાસ અધિકારીના ઘર આગળ દિવાળીની કરશે. જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

From – Banaskantha Update


Share