ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસ અધિકારીને આવેદનપત્ર આપ્યું

Share

ડીસામાં પોલીસ પે ગ્રેડ બાબતને લઇ મંગળવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસ અધિકારીને આવેદનપત્ર પાઠવી પોલીસની માંગો પુરી કરવા રજૂઆત કરાઇ હતી. સમગ્ર ગુજરાતમાં પોલીસ પે ગ્રેડનું મહા આંદોલન કરવામાં આવી રહ્યું છે. તેના પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે.

[google_ad]

 

અને સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ સ્થળો પર અલગ-અલગ સંગઠનો દ્વારા પોલીસના મહા આંદોલનને સમર્થન આપી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા પણ પોલીસના સમર્થનમાં સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

[google_ad]

 

 

મંગળવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ડીસાના સાઇબાબા બગીચા સર્કલથી ડી.વાય.એસ.પી. કચેરી સુધી સરકારનો વિરોધ કરી પોલીસની માંગો પુરી કરો તેવા સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા જાય તે પહેલાં પોલીસ દ્વારા અટકાવ્યા હતા.

[google_ad]

 

આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ડીસા દક્ષિણ પોલીસ મથકે જઇ પોલીસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોલીસની માંગો પુરી કરવા રજૂઆત કરાઇ હતી.

[google_ad]

 

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી, જીલ્લા પ્રમુખ રમેશભાઇ પટેલ, ડીસા શહેર તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહીત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha  Update


Share