વોટ્સએપ અલગ અલગ ફીચરની સાથે એપને સ્માર્ટ ફીચર આપી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ તાજેતરમાં અન્ડુ અને રીડુ બટન પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ ભૂલથી કરેલ પોસ્ટ અને સ્ટેટ્સ અપડેટને તાત્કાલીક ડીલીટ કરવામાં મદદ કરશે. આ બટન સ્ટેટસ સેન્ટ મેસેજની બાજુમાં લખેલ હશે. સ્ટેટસ મૂક્યા બાદ તમે તાત્કાલીક એક્શન લઈ શકશો.
[google_ad]
વોટ્સએપ અપડેટને ટ્રેક કરનાર વેબસાઈટ WABetaInfoએ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સ્ક્રીનશોટમાં અન્ડુ બટન આપવામાં આવ્યું છે. આ બટન સ્ટેટસ સેન્ટ ની ઓપોઝિટ સાઈડમાં હોય છે. વોટ્સએપનું અન્ડુ બટન સ્ટેટસ અપડેટ માટે વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.21.22.6માં ઉપલબ્ધ છે. આ એક પ્રકારનું ક્વિક ડીલીટ બટન હશે. જેનાથી વોટ્સએપ સ્ટેટસને તાત્કાલીક ડીલીટ કરી શકાશે. કેટલાંક બીટા ટેસ્ટરને આ ફીચર વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.21.22.5માં આપવામાં આવી રહ્યું છે.
[google_ad]
યૂઝર્સને અનેકવાર ફરિયાદ રહે છે કે, ક્યારેક ક્યારેક ભૂલથી સ્ટેટસમાં ફોટોઝ અથવા વીડિયો અપલોડ થાય તો તેમને ઘણીવાર પરેશાની થાય છે. વોટ્સએપ સ્ટેટ્સમાં અપલોડ કરેલા સ્ટોરીઝ 24 કલાક બાદ આપમેળે ડિલીટ થઈ જાય છે. અત્યારે એવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ અજાણતા પોસ્ટ કરેલ સ્ટેટસને ડિલીટ કરવાની મંજૂરી આપે છે. જેથી યૂઝર્સે હવે અજાણતા પોસ્ટ કરેલ સ્ટેટસ અંગે પરેશાન થવાની જરૂર નથી.
[google_ad]
વોટ્સએપ પર પહેલેથી જ યૂઝર્સને સ્ટેટસ ડિલીટ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે. તે માટે તમારે સૌથી પહેલા સ્ટેટસ સેક્શન પર જઈને સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ તમે આ સ્ટેટસ ડિલીટ કરી શકશો. આ આખી પ્રોસેસ કરો, ત્યાં સુધીમાં અનેક કોન્ટેક્ટ આ સ્ટેટસ જોઈ લેશે. આ નવા અન્ડુ બટનથી તમે સ્ટેટસમાં મૂકેલ ફોટો અને વીડિયો ઝડપથી ડિલીટ કરી શકશો.
[google_ad]
તાજેતરમાં વોટ્સએપ તરફથી વ્યું વન્સ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી તમારી ચેટ સુરક્ષિત રહે છે. વ્યું વન્સ ફીચરમાં એક વાર પોસ્ટ જોયા બાદ વોટ્સએપ પોસ્ટ આપોઆપ ડિલીટ થઈ જાય છે.
From – Banaskantha Update