ડીસાના ખેડૂતે મગફળી અને બટાટાની ખેતી વચ્ચેના બે માસમાં ડુંગળીની ખેતી કરી વર્ષે રૂ. 7 લાખની આવક મેળવી

Share

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂત ખેતીમાં હંમેશાં અલગ-અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતે મગફળી અને બટાટાની ખેતી વચ્ચેના બે માસના સમયમાં ડુંગળીની ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો, જેમાંથી તેઓ વર્ષે રૂ. 5થી 7 લાખની કમાણી કરે છે, જેથી રાજ્યના ખેડૂતો માટે તેમણે નવો રાહ ચીંધ્યો છે.

[google_ad]

ખેડૂત કનવરજી વાધણિયા(ઠાકોર)એ તેમના ખેતરમાં અત્યાર સુધીમાં અનેક સફળ પ્રયોગ કર્યા છે અને આ પ્રયોગોની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કનવરજી વાધણિયાની ખેત પદ્ધતિ વિશે ખેતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે અને તેમના ખેતરની મુલાકાત લેવડાવવામાં આવે છે. કનવરજી વાધણિયાએ આવો જ એક પ્રયોગ 2012માં સૂકી ડુંગળીનું વાવેતર કરીને કર્યો હતો.

[google_ad]

છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી, પરંતુ કનવરજી વાધણિયા મગફળીની ખેતી બાદ બટાટાની ખેતી શરૂ થાય ત્યાં સુધીમાં દોઢથી બે મહિનાનો સમય રહેતો હતો, જેથી તેમણે આ ફાજલ સમયમાં સૂકી ડુંગળીનું વાવેતર કર્યું અને પ્રથમ વર્ષે જ તેમને સૂકી ડુંગળીમાં વીઘાએ રૂ. 50 હજારનો ફાયદો થયો, ત્યાર બાદ કનવરજીએ દર વર્ષે તેનું વાવેતર વધારતાં ગયા અને આજે તેઓ તેમના ખેતરમાં 500થી 700 કટ્ટા ડુંગળીની આવક મેળવે છે અને વર્ષે દહાડે માત્ર ડુંગળીની ખેતીમાંથી રૂ. 5થી 7 લાખ રૂપિયાની કમાણી કરે છે.

[google_ad]

કનવરજી વાધણિયાએ એક પ્રગતિશીલ ખેડૂત બનીને અન્ય ખેડૂતોને પણ રાહ બતાવ્યો છે. જેને કારણે ગુજરાતના શ્રેષ્ઠ 4 ખેડૂતોમાં તેમની પસંદગી કરવામાં આવી હતી અને પી.પી.જી. ગ્રુપ દ્વારા તેમને આણંદ ખાતે યોજાયેલા સેમિનારમાં શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવ્યા છે.

[google_ad]

 


આ અંગે કનવરજી વાધણિયાએ જણાવ્યું હતું કે, પહેલાં અમે ચીલાચાલુ ખેતી કરતા હતા. મગફળી, એરંડા અને બાજરી જેવી ખેતી કરતા હતા. જોકે એમાં વધારે ફાયદો થતો નહોતો. એકવાર અમે મગફળી વાવણી કર્યાં પછી બટાટાની વાવણી વચ્ચે દોઢ-બે મહિના જમીન કોરી પડી રહે છે. આ દરમિયાન મેં સૂકી ડુંગળીની ખેતી શરૂ કરી અને એક મહિનામાં જ સૂકી ડુંગળીમાં જેટલી આવક થઇ, તેટલી આવક અગાઉ અમને આખા વર્ષમાં થતી નહોતી.

[google_ad]

વર્ષ-2012માં સૌપ્રથમવાર 1 વીઘા ડુંગળીની ખેતીમાંથી રૂ. 40થી 50 હજારની ચોખ્ખી બચત થઇ હતી. સારી આવક થતાં અમે 100 કટ્ટાનું વાવેતર કર્યું હતું. ધીરે ધીરે ડુંગળીનું વાવેતર વધારતાં ગયા ગયા વર્ષે 700 કટા નું વાવેતર કર્યું હતું. ખૂહ જ સારું ફાયદો રહ્યો હતો. આ વખતે 500 જેવા કટ્ટાની હાલ ખેતી કરી છે. સારીએવી બચત થશે એવી અમે આશા રાખીએ છીએ. અમે બટાટાના વાવેતરનો સમય આવતાં પહેલાં બીજીવાર પણ 700 જેટલા કટ્ટા ડુંગળીનું વાવેતર કરીશું અને બટાટાના સમય પહેલાં બે વખત ડુંગળી વાવીને કાઢીશું.

[google_ad]

ડુંગળીની ખેતીમાં ખૂબ જ સારી બચત રહે છે અને તમામ ખેડૂતોને મારી વિનંતી છે કે સમય બદલાય છે તેમ તમે પણ ખેતીમાં બદલાવ લાવો અને તમારી આવક બમણી કરો, મોદી સાહેબનું સપનું છે કે,ખેડૂતોની આવક બમણી થાય, તમે પણ એમાં સહભાગી બનો.

[google_ad]

advt

 

આ વર્ષ 7થી 8 વીઘા જમીનમાં ડુંગળીની ખેતી કરી છે. ગયા વર્ષે અમારે એક વીઘા જમીનમાં એકવારમાં 50 હજાર જેવો નફો મળ્યો હતો આ વર્ષે અમે બેવાર એક જ ખેતરમાં ડુંગળી વાવેતર કર્યું છે. બટાટાની ખેતીમાં આ વર્ષે 6થી 7 લાખનો નફો મળશે. ગયા વર્ષે બિયારણ મોંઘું હોવાના કારણે 1 વીઘાદીઠ 50 હજારનો ખર્ચ થયો હતો, આ વર્ષ બિયારણ સસ્તું છે, એટલે 1 વીઘામાં 25 હજારનો ખર્ચ થયો હતો.

From – Banaskantha Update


Share