થરા નગરપાલિકાની ચૂંટણીમાં તા. 3 ઓક્ટોબરે 18 મતદાન મથકો ઉભા કરાશે : 14,151 મતદારો મતદાન કરશે

Share

થરા નગરપાલિકાની ચૂંટણીમાં તા. 3 ઓક્ટોબરે યોજાનાર 24 બેઠકો માટે 18 મતદાન મથકો ઉભા કરાશે. જેને લઈ પાલનપુર ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 14,151 મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગ લે તે માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

[google_ad]

નગરપાલિકાની ચૂંટણીમાં અવડમાં 24 બેઠકો છે. જેમાં 7322 પુરુષ મતદારો જ્યારે 6829 સ્ત્રી મતદારો છે. દરેક વોર્ડમાં ત્રણ-ત્રણ મતદાન મથકો મળી કુલ 18 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં દરેક વોર્ડમાં સરેરાશ 800 મતદારો મતદાન કરે તે પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

[google_ad]

advt

પાલનપુર ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે “થરા નગરપાલિકામાં 24 નગર સેવકો ચૂંટી કાઢવા માટે છ વોર્ડમાં મતદારો વધુને વધુ મતદાન કરે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નં.-1 માં 956, 2 માં 771, 3 માં 677, 4 માં 711, 5 માં 748 અને વોર્ડ નં.-6 માં 855 મતદારોનો સમાવેશ કરાયો છે.

 

From – Banaskantha Update


Share