ડીસા તાલુકાના ટેટોડા ગામમાં એક 10 વર્ષિય કિશોરી બપોરે ઘરેથી નીકળ્યા બાદ સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થયા હતા અને ભારે શોધખોળ બાદ પણ તે મળી ન આવતાં આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ટેટોડા ગામમાં રહેતાં મંગલપુરી વાઘપુરી ગૌસ્વામી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગલપુરીને છ સંતાનો છે. જેમાં ચાર દીકરી અને બે દીકરા છે. ગત શુક્રવારના રોજ સૌથી નાની દીકરી અંજલિ બપોરે ઘરેથી ગામમાં જવાનું કહી નીકળી હતી અને મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. સમગ્ર ગામમાં કે આજુબાજુમાં તેમની દીકરી અંજલિ મળી ન આવતાં તેમના સગા-સબંધી ત્યા પણ તપાસ કરવા છતાં પણ તેનો કોઇ જ અતો પત્તો લાગ્યો ન હતો.
[google_ad]
આ અંગે મંગલપુરી ગૌસ્વામીએ ડીસા તાલુકા પોલીસ મથકે તેમની 10 વર્ષીય દીકરીનું કોઇ અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયા હોવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update