બનાસકાંઠા જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

Share

બનાસકાંઠા જીલ્લામાં નહીવત વરસાદના કારણે અબોલ પશુઓ સહીત ખેડૂતો હાલમાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાને અછતગ્રસ્ત જીલ્લો જાહેર કરવા માટે ડીસાના પૂર્વ ધારાસભ્યે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

[google_ad]

 

સરહદી બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ થતાં ધરતીપુત્રો સહીત અબોલ પશુઓ ભારે હાડમારી વેઠી રહ્યા છે. ખેડૂતોએ સારા વરસાદની આશાએ મોંઘા બિયારણ અને પેટ્રોલ-ડીઝલની માર વચ્ચે પણ વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ન થતાં ખેડૂતોનો પાક બળી જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે શુક્રવારે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત આગેવાન ગોવાભાઇ રબારીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ બનાસકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં વરસાદ ન થતાં ડીસા સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, ગૌશાળા, પાંજરાપોળ અને રખડતાં પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઉભી થઇ છે.

[google_ad]

 

Advt

 

જેથી પશુઓને જીવાડવા મુશ્કેલ બન્યા છે. આથી સમગ્ર બનાસકાંઠા જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી ગૌશાળા, પાંજરાપોળ અને રખડતાં પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની જરૂરીયાત છે. આ ઉપરાંત અછતના નિયમો પ્રમાણે ખેડૂતોને યોગ્ય સહાય, પશુઓ માટે ઘાસ ડેપો અને જરૂરીયાતમંદ લોકોને રોજગારી તેમજ પીવાના પાણીની તાત્કાલીક અસરથી વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે.

 

From – Banaskantha Update


Share