ડીસાની કોર્ટે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા ફટકારી રૂ. પાંચ હજારનો દંડ કર્યો

Share

ડીસાની નામદાર બીજી એડીશનલ સેશન્સ કોર્ટે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી રૂ. પાંચ હજારનો દંડ કરી સમાજમાં સ્ત્રી પર અત્યાચારના કેસમાં સમાજમાં ઉદાહરણ બેસે તેઓ કોર્ટે ચૂકાદો કર્યો.

 

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં સ્ત્રીઓ પર થતાં અત્યાચારના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ અત્યાચારને અટકાવવા માટે કોર્ટ દ્વારા સ્ત્રીઓ પર થતાં અત્યાચારના કેસોમાં સમાજમાં ઉદાહરણ બેસે તેઓ ચૂકાદો કરતી હોય છે. સ્ત્રીઓ પર થતાં અત્યાચાર પ્રમાણ ઘટી શકે ત્યારે શુક્રવારે વધુ એક ડીસાની નામદાર બીજી એડીશનલ સેશન્સ કોર્ટે ચૂકાદો કર્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આવેલ પાંથાવાડા ખાતે સગીર વયની બાળકીને ધાનેરાના ખીંમત ખાતે રહેતો રવાજી મફાજી કોળી સગીર વયની બાળકીને બકાજી નેમાજી કોળીના બાઇક ઉપર લઇ જઇ અલગ-અલગ સ્થળો પર સગીર વયની બાળકી સાથે તેની મરજી વિરૂધ્ધ બળજબરીપૂર્વક અવાર-નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

 

[google_ad]

જે બનાવની સગીર વયની બાળકીના પરિવારે પાંથાવાડા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ કેસ મેજીસ્ટ્રેટ બી.જી. દવેની બીજી એડીશનલ સેશન્સ જજ-ડીસા સમક્ષ ચાલી જતાં જેમાં સરકારી વકીલ નિલમબેન વકીલની સ્ત્રી ઉપર થતાં અત્યાચારના કેસમાં વધુમાં વધુ સજા કરવા ભાવપૂર્વક દલીલો કરી હતી.

Advt

[google_ad]

જેથી નામદાર કોર્ટે આ દલીલોને આગ્રહ રાખી જેમાં શુક્રવારે આરોપી બકાજી નેમાજી કોળીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો હતો. જ્યારે આરોપી રવાજી મફાજી કોળીને ઇ.પી.કો. કલમ-376 અને પોકસો એક્ટની કલમ-4, 6 અને 8ના ગુનામાં કસૂરવાર ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા અને રૂ. પાંચ હજારનો દંડ કરી અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા કરવાનો હુકમ કર્યો છે.

 

[google_ad]

ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓર્થોરીટી-બનાસકાંઠાને આ કામના ભોગ બનનારને રૂ. સાત લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ નામદાર કોર્ટે હાલમાં વધતાં જતાં બળાત્કારના ગુનામાં અને સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચારના કેસમાં સમાજમાં ઉદાહરણ બેસે તેવો અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તેવો મહત્વનો ચૂકાદો કર્યો છે.

 

From – Banaskantha Update


Share