વીમા ક્લેઇમના અપૂરતા નાણાં ચૂકવવા માટે વીમા કંપનીઓને ગ્રાહક અદાલતની લપડાક

- Advertisement -
Share

2 ગ્રાહકોના રૂ. 4,16,116 ચૂકવવા આદેશ ફરમાવ્યો

વર્તમાન સંજોગોમાં મેડીકલેમે બીમારીના સમયે ગ્રાહકોની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ વીમા કંપનીઓની બેદરકારી અને સેવામાં ખામીના કારણે તે ગ્રાહકો માટે હાલાકીનો સબબ બની રહે છે.

ડીસાના 2 ગ્રાહકોએ હોસ્પિટલના ખર્ચાઓથી રાહત મેળવવા માટે વીમા કંપની પાસેથી મેડીકલેમ લીધો હતો અને ઘણા વર્ષોથી તેઓ પ્રીમિયમના નાણાં ભરી પોલીસી ચાલુ રાખેલ હતી પરતું જ્યારે વીમા ક્લેઇમ ચૂકવવાનો સમય આવ્યો હતો.
ત્યારે વીમા કંપનીએ વીમા ક્લેઇમની અમુક રકમ ચૂકવી ગ્રાહકોને હાલાકી અને માનસિક ત્રાસના ભોગ બન્યા હતા અને જેથી બંને ગ્રાહકો ગુજરાતની જાણીતી ગ્રાહક હીત રક્ષક સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કચેરીએ આવી પહોંચ્યા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, એક કેસમાં ડીસાના જાણીતા ઓર્થોપેડીક સર્જન તબીબ આશિતભાઇ ગાંધીએ ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જ્યારે બીજા કેસમાં વિષ્ણુભાઇ જયંતિલાલ ખત્રીએ ધી ન્યુ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કંપની પાસેથી રૂ. 5,00,000 (અંકે રૂ. પાંચ લાખ પુરા) ની મર્યાદામાં વીમા પોલીસી લીધી હતી અને તેનું પ્રીમિયમ તેઓ ઘણા વર્ષોથી જમા કરાવી વીમા પોલીસી ચાલુ રાખતા હતા.
તે દરમિયાન વર્ષ-2018 ના અરસામાં બંને ગ્રાહકોને હૃદયરોગનો હુમલો આવતાં બંને ગ્રાહકોને એપેક્ષ હોસ્પિટલ અમદાવાદમાં સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી બાદ બંને ગ્રાહકોએ પોતપોતાની વીમા કંપનીમાં રૂ. 5,00,000 નો વીમા ક્લેઇમ મૂક્યો હતો.

 

તબીબ આશિતભાઇ ગાંધીએ મૂકલે વીમા ક્લેઇમ રૂ. 5,00,000 માંથી વીમા કંપનીએ રૂ. 1,33,921 કાપી લીધા હતા. જ્યારે ફરિયાદી વિષ્ણુભાઇ જે. ખત્રીએ મૂકેલ વીમા ક્લેઇમ રૂ. 5,00,000 માંથી વીમા કંપનીએ રૂ. 1,98,807 ઓછા ચૂકવતા બંને ગ્રાહકોને આશ્ચર્ય થયું હતું.

 

અને વીમા કંપનીમાં રજૂઆત કરવા છતાં કોઇ જ પરિણામ ન આવતાં બંને ગ્રાહકોએ ગુજરાતની જાણીતી ગ્રાહક હીત હક્ક રક્ષક સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની ડીસા રીસાલા બજારમાં આવેલ કચેરીએ રૂબરૂ આવી સંસ્થાના પ્રમુખ અને ગુજરાતના જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવકાર કિશોર દવેને લેખિત ફરિયાદ આપી હતી.

 

બંને ફરિયાદોને ગંભીરતાથી લઇ કિશોર દવેએ બંને વીમા કંપનીઓને નોટીસ આપી બાકી રહેતાં વીમા ક્લેઇમના બાકી રહેતાં નાણાં ચૂકવી આપવા તાકીદ કરી હતી.
પરંતુ ગ્રાહકો સાથે અનૈતિક વેપાર પદ્ધતિ અને સેવામાં ખામી માટે ટેવાયેલી વીમા કંપનીઓને ગ્રાહકોને બાકી નાણાં ન ચૂકવી આપતાં સંસ્થાના મંત્રી પ્રિતેશ જે. શર્માએ બનાસકાંઠા જીલ્લા ગ્રાહક અદાલત સમક્ષ અનુક્રમે ફરિયાદ નં. 92/2019 અને ફરિયાદ નં. 191/2019 દાખલ કરી હતી.
ફરિયાદના અનુસંધાને જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માની દલીલોને માન્ય રાખી બનાસકાંઠા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ એ.બી. પંચાલ, સભ્ય એમ.એ. સૈયદ અને બી.જે. આચાર્યની જયુરીએ અરજદાર જ્યારે પોલીસી લે છે.

 

ત્યારે તમામ પ્રીમિયમ ભરે છે અને પોલીસી લે છે. જેથી વિમેદાર પોલીસી હેઠળ સારવાર ખર્ચની પૂરેપૂરી રકમ મેળવવા હક્કદાર હોવાનું ઠરાવી ફરિયાદી તબીબ આશિતભાઇ ગાંધીને બાકી રહેતાં વીમા ક્લેઇમના નાણાં રૂ. 1,33,921 (અંકે રૂ. એક લાખ તેત્રીસ હજાર નવસો એકવીસ પુરા) ઉપરાંત તા. 17/06/2019 થી

 

9% ના વ્યાજ અને ફરિયાદ ખર્ચ પેટે રૂ. 1,500 તેમજ માનસિક ત્રાસ પેટે રૂ. 1,000 મળી કુલ રૂ. 1,72,579 ચૂકવવા અને ફરિયાદી વિષ્ણુભાઇ જયંતિલાલ ખત્રીને તેમની બાકી રહેતાં વીમા ક્લેઇમના નાણાં રૂ.
1,98,807 (અંકે રૂપિયા એક લાખ અઠાણું હજાર આઠસો સાત પુરા) ઉપરાંત તા. 20/12/2019 થી 9% ના વ્યાજ સહીત અને ફરિયાદ ખર્ચ પેટે રૂ. 1,500 તેમજ માનસિક ત્રાસ પેટે રૂ. 1,000 મળી કુલ રૂ. 2,43,537 ચૂકવવા આદેશ ફરમાવ્યો છે.

 

આમ ગ્રાહકોની સતત પડખે રહેનાર જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળ અને ગ્રાહક સુરક્ષા ચળવલકાર કિશોરભાઇ દવેના પ્રયાસોથી વીમા કંપની દ્વારા શોષિત અને પીડીત ગ્રાહકોને ન્યાય મળ્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!