થરાદ – સાંચોર હાઇવે પર આવેલ CNG પમ્પ આગળ ખાડામાં લાશ મળી આવી

- Advertisement -
Share

થરાદ સાચોર હાઇવે પર આવેલ CNG પમ્પ નજીક સાઈડ ગટર લાઇન માટે ખોદેલ ખાડા નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લાના થરાદ – સાંચોર હાઇવે પરથી આજે એક અજાણ્યા યુવકના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો થરાદ સાચોર હાઇવે પર આવેલા CNG પંપની બાજુમાં ગટર લાઈન માટે ખોદેલા ખાડામાં એક અજાણ્યા યુવકનું મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

 

ગટર લાઈન માટે ખોદેલા ખાડામાં યુવકનો મૃતદેહ જોવા મળતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા 108 તેમજ થરાદ પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા યુવકના મૃતદેહને પી.એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!