પ્રેમનો કરૂણ અંજામ : પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર

- Advertisement -
Share

 

રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં ગુરૂવારે રાત્રે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતાં ચકચાર મચી ગઇ છે.

 

 

આ ઘટનાની જાણ થતાં એ ડીવીઝન પોલીસે દોડી જઇ સગીરાના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડી યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

 

 

પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા જામનગરની અને યુવક કચ્છનો હોવાનું ખૂલ્યું છે. યુવકે પ્લાસ્ટીકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ સગીરાને પતાવી દીધાનું સામે આવ્યું છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, જામનગરની સગીરા અને કચ્છનો યુવક જેમિસ ધનરાજભાઇ દેવાયતા બંને વચ્ચે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળ્યું છે.

 

 

આ અંગે એ.સી.પી. જી.એસ. ગેડમે જણાવ્યું હતું કે, ‘જેમિસે સગીરાના ગળે પ્લાસ્ટીકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યાંનું પ્રાથમિક તારણ છે. જેમિસ અને સગીરા ગુરૂવારે સવારે 9:00 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા.

 

 

આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયા હતા. જેમિસે સગીરાની હત્યા અને પોતે એસિડ પીતાં પહેલાં પરિવારને જાણ કરી હતી.

 

 

જેમિસ હોટલમાં એસિડ કેવી રીતે લઇ ગયો એની તપાસ કરવામાં આવશે. હાલ બંનેના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને ફોનમાંથી પોલીસને રેકોર્ડીંગ મળ્યા છે.’

 

આ અંગે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, ‘ગુરૂવારે સવારથી જ મારી દીકરીનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતાં અમે ફોન કર્યો હતો.

 

ફોન કરતાં જેમિસે મારી દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરૂ છું એવું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઇ સ્પષ્ટ કહ્યું ન હોતું.

 

પ્રેમ સબંધ હોય એવી કોઇ દિવસ અમને જાણ કરી ન હતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઇ પણ આવી કોઇ વાત અમારા ધ્યાનમાં આવી નથી.

 

અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરી ભણવા જતી ત્યારે બપોરે રીસેષ પડે તો પણ મને ફોન કરતી અને કહેતી પપ્પા રીસેષ પડી છે.’

 

જેમિસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. સગીરાએ પણ પોતાની માતાને ફોન કરી મદદ માંગી હતી. પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે તે પહેલાં જેમિસે તેની હત્યા કરી નાખી હતી.

 

હોટલના બાથરૂમમાં લોહીના નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું છે અને જેમિસ એસિડ પ્લાસ્ટીકની કોથળીમાં લાવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. પોલીસ આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

 

હોટલમાં ઘૂસવા માટે જેમિસે સગીરાના આધારકાર્ડમાં છેડછાડ કર્યાંનું પણ સામે આવ્યું છે. સગીરાના ઓરીજીનલ આધારકાર્ડમાં જન્મ 2005 ના વર્ષમાં બતાવે છે.

 

જ્યારે હોટલને ઝેરોક્ષની નકલ આપી તેમાં જન્મનું વર્ષ-2003 બતાવે છે. હોટલમાં આપેલી ઝેરોક્ષ નકલ પ્રમાણે સગીરાની ઉંમર 19 વર્ષ અને ઓરીજનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે.

 

આથી સગીરાને હોટલમાં લાવવા માટે જેમિસે આધારકાર્ડની ઝેરોક્ષમાં છેડછાડ કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસે આધારકાર્ડમાં છેડછાડ ક્યાંથી થઇ અને કોણે કરી તે અંગે તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!