નેશનલ હાઈવે ઓથોરીટીને ડીસા શહેર મામલતદારે ફટકારી નોટીસ, સરકારી જગ્યાનો દુરુપયોગ કરવા બદલ તેનું ભાડું વસૂલ કરવા નોટીસ ફટકારી

- Advertisement -
Share

 

ડીસાના હાઈવે ઉપર 200 કરોડથી પણ વધુના ખર્ચે ઓવર બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જોકે ઓવર બ્રિજ બનાવતી રચના કન્સ્ટ્રકશન કંપની દ્વારા હવાઈ પીલ્લર ખાતે સરકારની ખુલ્લી જગ્યામાં સરકારની મંજૂરી વગર માટીના મલબો કાંટમાળ નાંખવામાં આવ્યો હતો જે અંગે એક જાગૃત નાગરિક દ્વારા આર.ટી.આઈ માહિતી માગતા આ મામલો બહાર આવ્યો હતો અને આ સરકારી જગ્યાનો દુરુપયોગ કરવા બદલ નેશનલ હાઇવે ઓથોરિટી પાસેથી ભાડું વસૂલ કરવા માટે જાગૃત નાગરિકે નાયબ કલેક્ટર અને જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી જેના પગલે ડીસાના નાયબ કલેક્ટરે ભાડું દંડની રકમ મળી કુલ રૂપિયા 65,66,875 ભરવાનો હુકમ કર્યો હતો અને સાત દિવસમાં દંડની રકમ કસ્બા તલાટીને ભરી પાવતી બતાવાનુ હુકમ કર્યો હતો.

 

 

જોકે હુકમને આજે પાંચ મહિના વિતી ગયા હોવા છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ રકમ ભરવામાં આવી નથી ત્યારે ગત રોજ ડીસા શહેર મામલતદાર લાલજીભાઈ મકવાણાએ નેશનલ હાઈવે ઓથોરીટીને આ દંડની રકમ તાત્કાલિક ભરવા નોટિસ ફટકારી છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વારંવાર શહેર મામલતદારને નોટિસને ઘોળીને પી જતા હોય તેમ સરકારને દંડની રકમ ભરવામાં પીછે હઠ કરી રહ્યા છે એક તરફ સરકારની આંખમાં ધૂળ નાખીને નેશનલ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સરકારી જમીનનો દુર ઉપયોગ કરીને અંદાજે બે વર્ષ જેટલી જમીનનો ગેર કાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે જાગૃત નાગરિકની રજૂઆતના પગલે ડીસાના નાયબ કલેકટર દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીને સરકારી જમીનનો મંજૂરી વગર ઉપયોગ કરવા બદલ દંડ ફટકાર્યો હતો છતા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આજ દિન સુધી દંડ ભરવામાં આવેલ નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે નાયબ કલેકટરના હુકમની અવગણના કરનાર નેશનલ હાઇવે ઓથોરિટી આ દંડનીની રકમ ક્યારે ભરશે નેશનલ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને અનેક નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવી રહેલ ઓવરબ્રિજની કામગીરીમાં કામ કરતા મજૂરો પાસે લેબર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે અને સરકારની કોવિડ-19ની ગાઇડ લાઇનનો પણ ખુલ્લેઆમ ભંગ કરતાં નજરે પડી રહ્યા છે છતાં વહીવટીતંત્ર દ્વારા રચના કન્સ્ટ્રક્શન કંપની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!