ડીસા કંસારી પાસેથી વેગેનાર ગાડીમાં એક પાડાને લઇ જવાતો હતો. જીવદયા પ્રેમીઓ દ્વારા વેગેનાર ગાડીમાંથી તે પાડાને બચાવી લેવામાં આવ્યુ ગાડીમાંથી મળેલ પાડાને કાંટ પાંજરાપોળ ખાતે લાવી સારવાર આપી નવું જીવતદાન અપાયું.
ડીસા કંસારી પાસે વેગેનાર ગાડીમાં એક પાડો લઇ જતી ગાડીનો જીવદયા પ્રેમીઓ પીછો કરી ગાડીને ઝડપી પાડી પરંતુ વેગેનાર ગાડી ચાલક ચૌધરી ઢાબા પાસે ગાડી મુકીને ફરાર થયો હતો બાદમાં તે ગાડીને જીવદયા પ્રેમીઓએ તાલુકા પોલીસને સોંપી. તાલુકા પોલીસ દ્વારા પશુ સહીત ગાડી કબજે કરી ગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
From – Banaskantha Update